વીછિયામાં ચેતન સમાધિ સુધીના ડામર માર્ગનો આરંભ કરાયો

વીછિયામાં ચેતન સમાધિ સુધીના ડામર માર્ગનો આરંભ કરાયો
વીછિયા (તા.ભુજ), તા.15: અહીંના સામંત રાજા દાદાના અખાડા ખાતે ડામર માર્ગના આરંભ પ્રસંગે મોરજર અખાડાના મહંત દિલીપ રાજા દાદાએ ભૂકંપ પછી આ વિસ્તારમાં કચ્છમિત્ર અને કચ્છ યુવક સંઘના માધ્યમથી ગામ લોકોના સહકારથી પુનર્વસન થયું મંદિરોનું પણ નવનિર્માણ કરાયું તેને યાદ કરતાં જણાવ્યું હતું કે, આમ વીછિયા અને આજુબાજુના ગામોનો પણ વિકાસ થયો છે. મહંતએ ચેતન સમાધિ સુધી પેવર રોડ બની જવાથી યાત્રાળુઓને ઘણો ઉપયોગી થશે તેવું જણાવી સહકાર અને ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્યનો આભાર વ્યક્ત કરી મેકણદાદાની પરંપરાની સમાધિઓનો ફોટો અર્પણ કરી શાલ ઓઢાડી કાનજીભાઈ કાપડીનું સન્માન કર્યું હતું. ઉપરાંત કાપડી પરિવારની નિયાણીઓ દ્વારા સંત ભાણ- સાહેબ સહિત સાત સાહેબોને ફોટો અર્પણ કરી સન્માન કર્યું હતું. સિંચાઈ વિભાગના ચેરમેન ભીમજીભાઈ જોધાણી, જિલ્લા ભાજપ મંત્રી હિતેશભાઈ ખંડોલ, ભુજ તા.ભાજપના પ્રમુખ ધનજીભાઈ ભુવા, ના.કા. ઈજનેર આર.જે. મકવાણા, નથ્થરકુઈ ગામના સરપંચ આહિર રામાભાઈ, શાંતિલાલ ભાવાણી, જુમાભાઈ જત, તા.પં.ના સભ્ય જત ઈશાભાઈ, સમા મામદભાઈ, નોડે મુકીમભાઈ, રબારી જગાભાઈ, કાપડી લખીરામ વગેરે ગ્રામજનોએ હાજરી આપી હતી.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer