ગાંધીધામ રેલવે સ્ટેશનના પૂર્વ અધિકારીની બે વર્ષ માટે પુન: વરણી

ગાંધીધામ રેલવે સ્ટેશનના પૂર્વ અધિકારીની બે વર્ષ માટે પુન: વરણી
ગાંધીધામ, તા. 15 : ગાંધીધામ રેલવે સ્ટેશન ખાતે ચાર દાયકા સુધી વિવિધ વિભાગોમાં ફરજ બજાવી 2015માં નિવૃત્ત થયેલા અધિકારીને રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશન મેનેજર (કોમર્શિયલ) પદે બે વર્ષ માટે પુન: નિમણૂક આપવામાં આવી છે. ડિવિઝનલ રેલવે મેનેજર (ડીઆરએમ) અમદાવાદ દ્વારા પૂર્વ અધિકારી હરિભાઇ જ્ઞાનચંદાનીને 4/4/2020 સુધી વધુ એક્સટેન્શન આપી ફરજ પર હાજર થવાનો આદેશ કરવામાં આવ્યો છે. રેલવે વિભાગમાં ટિકિટ કલેક્ટરથી કારકિર્દીની શરૂઆત કરનારા હરિભાઇએ અજમેર ડિવિઝન હતું તે વખતે બે વાર ડીઆરએમ એવોર્ડ, ત્યારબાદ અમદાવાદ ડિવિઝન તરફથી ત્રણ વખત જી.એમ. એવોર્ડ, બે વખત ડીઆરએમ એવોર્ડ, સીસીએમ એવોર્ડ રેલવેમાં સરાહનીય કામગીરીના ભાગરૂપે મેળવ્યા છે. સ્ટેશન મેનેજર (કોમર્શિયલ) તરીકેની પુન: નિમણૂકનો આદેશ આવતાં તેઓ આવતીકાલથી પદભાર સંભાળી લેશે. તેઓ લોકોને ઉપયોગી થવાની ભાવના સાથે રેલવે વિભાગની કામગીરી સંભાળી છે. ગાંધીધામ વિસ્તારના લોકોને વધુ બે વર્ષ માટે તેમની સેવાનો લાભ મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રેલવે પ્રશાસન દ્વારા અમદાવાદ ડિવિઝનમાં 10થી 12 જેટલા નિવૃત્ત અધિકારીઓને બે વર્ષના સમયગાળા માટે પુન: નિમણૂક આપવામાં આવી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer