ના. સરોવર ખાતે સોમવતી અમાસ નિમિત્તે સરોવરજીની મહાઆરતી

ના. સરોવર ખાતે સોમવતી અમાસ નિમિત્તે સરોવરજીની મહાઆરતી
નારાયણસરોવર (તા. લખપત), તા. 15 : આ પવિત્ર તીર્થસ્થળે આવતીકાલે તા. 16ના આવતી સોમવતી અમાસ નિમિત્તે પ્રથમ વખત `સરોવરજીની મહાઆરતી'નું આયોજન કરાયું છે. આસપાસનાં ગામોના દર્શનાર્થીઓ માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. હિન્દુ શાત્રોમાં તીર્થોમાં જેને જવભાર ગણવામાં આવ્યું છે અને જેની ભારતનાં પાંચ સરોવરો પૈકીના પવિત્ર સરોવરમાં ગણના થાય છે તેવા દેશના પશ્ચિમ છેવાડે આવેલા કચ્છના નારાયણ- સરોવર ખાતે આવતીકાલે સોમવતી અમાસ નિમિત્તે પ્રથમ વખત સરોવરજીની મહાઆરતીનું વિશેષ આયોજન કરાયું છે.આ મહાઆરતીનું આયોજન નારાયણસરોવર જાગીરના ગાદીપતિ આનંદલાલજી મહારાજ, સોમજી દાદા પરિવાર તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા કરાયું છે, જેના માટે વર્માનગર, ના. સરોવરની યુવા ટીમો જહેમત ઉઠાવી રહી છે. આ મહાઆરતીનાં દર્શન માટે વર્માનગર, જી.એમ.ડી.સી., છેર, સાંઘી સિમેન્ટ તરફથી દર્શનાર્થીઓ માટે બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.અહીંના ત્રિવિક્રમરાયજી મંદિરે દરરોજ સવારે મંગળા અને સાંજે સંધ્યા આરતી કરવામાં આવે છે, પરંતુ પિતૃઓના ચૈત્ર માસ નિમિત્તે સરોવરની મહાઆરતીનું વિશેષ આયોજન કરાયું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer