ચુનડીથી માંડવી બાયપાસ માર્ગનું એક કરોડના ખર્ચે નિર્માણ આદરાશે

ચુનડીથી માંડવી બાયપાસ માર્ગનું  એક કરોડના ખર્ચે નિર્માણ આદરાશે
દહીંસરા (તા. ભુજ), તા. 15 : આ ગામેથી ચુનડી જતા રોડ પર આવેલા પુલિયા-પાપડી પેવર કામ એક કરોડના ખર્ચ સાથે ચુનડીથી માંડવી બાયપાસ માર્ગ એક કરોડના ખર્ચે થશે જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય નીમાબેન આચાર્યના હસ્તે કરાયું હતું. ભુજ તાલુકાના છેવાડાના નાનકડા ચુનડી ગામના વિકાસ અર્થે દહીંસરાથી ચુનડી 4 કિમી. રોડ પર આવેલા પુલિયા-પાપડીનું કામ થઇ ગયું છે. આ માર્ગને ડામરથી મઢવામા આવશે. ચુનડીથી માંડવી જવા બાયપાસ નવા રોડનું ખાતમુહૂર્ત તાજેતરમાં કરવામાં આવ્યું હતું. બંને માર્ગોના કામોથી ચુનડીના ગ્રામલોકો ખુશખુશાલ થયા હતા. ગામના વિકાસથી દેશનો વિકાસ થશે એવું ચુનડીના સરપંચ ગાભુભા જાડેજાએ કહ્યું હતું. આ પ્રસંગે દહીંસરાના કાર્યકારી સરપંચ કિશોરભાઇ પિંડોરિયા, તા.પં. સદસ્યા લક્ષ્મીબેન શંકર મહેશ્વરી, ગોડપરના સરપંચ ઉપસ્થિત રહ્યા હતા. આ રોડના વિકાસ માટેની ગ્રાન્ટ ધારાસભ્ય નીમાબેન આચાર્યના પ્રયત્નોથી સફળ થઇ છે. ચુનડી ગામને આદર્શ, સમૃદ્ધ અને સ્વચ્છ બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે વિવિધ સમાજના આગેવાનો, કાર્યકરો, જિ. સિંચાઇ સમિતિના અધ્યક્ષ ભીમજીભાઇ જોધાણી, ભુજ તા. ભાજપ પ્રમુખ ધનજીભાઇ ભુવા, તા.પં. ઉપપ્રમુખ હિતેશભાઇ ખંડોલ, તાલુકા ભાજપ મહામંત્રી જેમલભાઇ રબારી, તા.પં. સદસ્ય હરીશ ભંડેરી, જિ.પં. સભ્ય નિયતિબેન પોકાર, ગામ પંચાયતના સદસ્યો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer