ભચાઉમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા છાશ કેન્દ્રનો આરંભ

ભચાઉમાં સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો દ્વારા છાશ કેન્દ્રનો આરંભ
ભચાઉ, તા. 15 : ઉનાળાની કાળઝાળ ગરમીમાં જરૂરતમંદોને છાશ મળી રહે એ હેતુસર માંડવી ચોક મઢમાં આવેલા ગાયત્રી પ્રજ્ઞા હોલમાં મફત છાશ વિતરણનો આરંભ ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં વિચરણ વખતે ભચાઉમાં અનેક વખત આવ્યા એવા પ્રસાદીના ધામે સંપ્રદાયના અનુયાયીઓ દ્વારા કરાયો છે. પ.પૂ. ધ્યાની સ્વામી હરિસ્વરૂપદાસજી સ્વામીના અનુયાયી રસિકલાલ ર. ઠક્કરના પ્રયાસોથી છાશ સેવાનો પ્રારંભ રૂચા મયૂર ઠક્કર, તનિષી કમલેશ?ઠક્કર સહિતની બાળાઓનાં હસ્તે દીપ અને આરતી સાથે કરાયો હતો. પ્રારંભે 20 હજારનું દાન એકત્ર થયું હતું. યુધિષ્ઠિર માહેશ્વરી (નિવૃત્ત-એસ.ટી. અધિકારી), ડો. ધર્મેન્દ્ર પરમાર, ચંદુભાઇ સોની (ગાયત્રી પરિવારના મોવડી)ના આયોજન હેઠળ આરંભ પ્રસંગે ગાયત્રી પરિવારના કમલેશભાઇ જે. ઠક્કર, સ્વામિનારાયણ સત્સંગી જીતુભાઇ?ઠક્કર, ભૂપેન્દ્રભાઇ?ઠક્કર, ધોરેશ્વર મહાદેવના કાર્યકર શંભુભાઇ જાડેજા, બ્રહ્માકુમારી આશ્રમના ઇશ્વરભાઇ પ્રજાપતિ, ભચાઉ લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઇ ઠક્કર અને સત્સંગી મનસુખભાઇ ઠક્કર સહિતે હાજરી આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer