રામપર (પિયોણી)ના ઉર્સમાં કચ્છના નામી મલ્લીનો મલાખડો યોજાયો

રામપર (પિયોણી)ના ઉર્સમાં કચ્છના નામી મલ્લીનો મલાખડો યોજાયો
મોટી વિરાણી (તા. નખત્રાણા), તા. 15 : તાલુકાના રામપર (પિયોણી) ગામે હજરત ઇબ્રાહીમશા વલીનો ઉર્સ ઉજવાયો હતો. જેમાં હિન્દુ-મુસ્લિમો જોડાયા હતા. બે દિવસ ચાલેલા આ મેળામાં ચાદરપોશી, કચ્છી કાફી-ભજન, સમૂહપ્રસાદ (ન્યાજ) ઉપરાંત બખમલાખડા જેવા કાર્યક્રમ યોજાયા હતા. પ્રથમ દિવસે બપોર બાદ ચાદરપોશીના કાર્યક્રમમાં અખિલ કચ્છ જુણેજા સમાજના પ્રમુખ ઇબ્રાહીમ આમદ જુણેજા, મુજાવર મીઠુ પીરમામદ હાજી મુસા લુહાર તેમજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાત્રિના સમૂહ ભોજન બાદ સૈયદ અસગરશા સૈયદ (આસંબિયા) તથા સલીમ અજમેરી દ્વારા ભજન અને કચ્છી કાફી કવ્વાલીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભજન કવ્વાલી પ્રેમીઓ હાજર રહ્યા હતા. બીજા દિવસે બપોર બાદ કચ્છના નામી મલી આદમ બુડિયા (લાલા-બુડિયા)ની મલ્લ જામી હતી. આ મલાખડામાં પ્રથમ આદમભાઇ, બીજે ઇમરાન સુમરા (ડુમરા), ત્રીજે સુલેમાન કેર (આમરવાંઢ), ચોથે કાસમ ગજણ (સાભરાઇ), પાંચમે અબ્દુલ જત (જતવાંઢ) અને છઠ્ઠા ક્રમે હનીફ જુણેજા (કોડાય) આવ્યા હતા. સમિતિ દ્વારા આ મલ્લીઓને ઇનામો અપાયા હતા. ઇબ્રાહીમ બાવા (માંડવી), મીઠુભાઇ (રામપર), હાજી મુસાભાઇ, જાડેજા પ્રભાતસિંહ, સોઢા વીરેન્દ્રસિંહ, લુહાર અબ્દુલ, પટેલ છગનભાઇ (સરપંચ), પટેલ ઇશ્વરભાઇ, હરિજન અરજણ રામા વગેરે હાજર રહ્યા હતા. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer