હરુડીમાં આયુ માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો

હરુડીમાં આયુ માતા મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઊજવાયો
કોટડા (ચ) (તા. ભુજ), તા. 15 : તાલુકાના રબારી માલધારીઓના હરુડી ગામે આવેલા લોહાણા સમાજના છાબડા ભાયાતના કુળદેવી આયુ માતાજીના નવનિર્મિત મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. જ્ઞાતિજનોના લોકફાળાથી બંધાયેલા માતાજીના મંદિરના મુખ્યદાતા માજી સરપંચ સ્વ. છગનલાલ લાલજી પરિવારના મુકેશકુમાર અને લલિતકુમાર હતા. અન્ય દાતાઓમાં મૂળરાજભાઇ -બિલાસપુર, કેતન મુળજી -ભુજ, જીતેન્દ્ર લીલાધર, મુંબઇ, જમનાદાસભાઇ પ્રેમજી અને ગિરીશ ભવાનજી- ગાંધીધામ, વિજયભાઇ મામા રોટીવાલા- ભુજ, મુખ્ય મહેમાનો જીતુભાઇ પલણ અને મહેન્દ્રભાઇ લોખંડવાલા હતા. સવારે વાજતે ગાજતે આયુ માતાજીના ત્રિશૂલ ધજા સાથે જલયાત્રામાં સમસ્ત રબારી સમાજ જોડાયો હતો. દાતાઓના સન્માન, છાબડા પરિવારની દીકરી જમાઇઓના સન્માન, દક્ષિણા ગામની ગાયોને ચારો અને સમગ્ર ગામને માતાજીનો ધુંવાબંધ પ્રસાદનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રતિષ્ઠાની શાત્રોક્ત વિધિ પ્રતાપ જોશીએ કરાવી હતી. બહેનોના સન્માન હંસાબેન મુકેશ અને તરુણાબેન છાબડાએ કર્યા હતા. ગામના માજી સરપંચ અને મંદિરની દેખભાળ રાખનાર સાગા વના રબારી સાથે નારાણ રામા રબારી સાથે સમગ્ર ગામ જોડાયું હતું. આયોજન માતાજીના ભુવા રાજેશભાઇ છગનલાલ છાબડા સાથે ગિરીશ ભવાનજી છાબડાએ સંભાળ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer