ગાંધીધામમાં યુવાન ઉપર કારણ વગર બે જણનો હુમલો

ગાંધીધામ, તા. 15 : શહેરના જૂની કોર્ટ સામે એક યુવાન ઉપર બે અજાણ્યા શખ્સોએ ધોકા વડે હુમલો કરી નાસી ગયા હતા. શહેરની જૂની કોર્ટ સામે હનુમાન મંદિર પાછળ રેસ્ટોરન્ટ ધરાવતા મથડાના મનસુર અબ્દુલ આગરિયા નામના યુવાન ઉપર ગત તા. 13/4ના સાંજે હુમલો થયો હતો. આ યુવાન જઇ રહ્યો હતો ત્યારે પલ્સર બાઇક નંબર જી.જે. 12 બી.આર. 1033 પર બે અજાણ્યા શખ્સો આવી કાંઇ બોલ્યા વગર આ યુવાન ઉપર લાકડી, ધોકા વડે હુમલો કર્યો હતો. મારામારીના આ બનાવમાં ભોગ બનનારને ડાબા હાથમાં ફ્રેકચર સહિતની ઇજાઓ પહોંચી હતી. આ મારામારી પછવાડેનું કારણ શું છે તે જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer