બરંદા પાસે બે શિકારી ખુદવનતંત્રની જાળમાં ફસાયા

માતાના મઢ (તા. લખપત), તા. 15 : અબોલ વન્ય પ્રાણીઓનો શિકાર કરવો એ બહાદુરીનું પ્રતીક સમજવામાં આવે છે ત્યારે ગઇકાલે મધ્યરાત્રિએ બરંદામાંથી આવા જ બે શિકારીઓ ખુદ વનતંત્રની જાળમાં ફસાયા હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કચ્છના વન્યક્ષેત્રોમાં બેરોકટોક થતી શિકાર પ્રવૃત્તિના વાવડો છાસવારે બહાર આવતા રહે છે ત્યારે આવી જઘન્ય પ્રવૃત્તિને રોકવા વનતંત્રે પગલાં ભરવાના શરૂ કરી દીધી છે. લખપત તાલુકાનાં બરંદા મધ્યે વન્યક્ષેત્ર માટે અનામત રખાયેલા વિસ્તારમાં વન વિભાગના કર્મચારીઓ શનિવારે રાત્રે 1 વાગ્યા દરમ્યાન પેટ્રોલિંગમાં હતા ત્યારે શિકાર કરવા આવેલા બરંદાના અલી અકબર લુહાર તથા અલીમામદ અબ્દુલલતીફ લુહારની ફોરેસ્ટરોએ અટકાયત કરી ગુનો દાખલ કર્યો છે. આ શિકારની પ્રવૃત્તિ માટે આવેલા બે શિકારીઓ પાસેથી જી.જે. 12-ડી.જે. 5936 નંબરની બાઇક પણ?કબ્જે કરાઇ હોવાનું આરએફઓ શ્રી મોરીએ જણાવ્યું હતું. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer