બેંગ્લોર સામે રાજસ્થાનની 19 રને રોયલ જીત

બેંગ્લુરુ, તા. 15 : આઇપીએલ-11ની આજે રવિવારે રમાયેલી પહેલી મેચમાં રાજસ્થાન રોયલ્સની ટીમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 19 રને આસાન જીત મેળવી હતી. આ જીતથી રાજસ્થાન રોયલ્સ ત્રણ મેચમાંથી બે જીત અને એક હારથી 4 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર ત્રીજા સ્થાને આવી ગઈ છે. આજની મેચમાં રાજસ્થાને યુવા બેટધર સંજુ સેમસનના 10 છગ્ગાથી આતશી અણનમ 92 રનથી 20 ઓવરના અંતે 4 વિકેટે 217 રનનો જંગી જુમલો ખડક્યો હતો. જવાબમાં કોહલીનીટીમ સંઘર્ષ બાદ 20 ઓવરના અંતે 6 વિકેટે 198 રને અટકી હતી. આથી રાજસ્થાનનો 19 રને રોયલ વિજય થયો હતો. રાજસ્થાન તરફથી મેન ઓફ ધ મેચ યુવા બેટધર સંજુ સેમસને આતશી ઇનિંગ રમીને માત્ર 4પ દડામાં અણનમ 82 રન બનાવ્યા હતા. સંજુએ બેંગ્લોરના તમામ બોલરોની ધોલાઇ કરી હતી. તેની 4પ દડાની ઇનિંગમાં 10 છગ્ગા અને 2 ચોગ્ગા રહ્યા હતા. આ ઉપરાંત સુકાની રહાણેએ 20 દડામાં 36, બેન સ્ટોક્સે 21 દડામાં 27 અને બટધરે 14 દડામાં 23 રન કર્યા હતા. રાજસ્થાનની ટીમે આખરી બે ઓવરમાં 44 રનનો ઉમેરો કર્યો હતો. આથી તેના 20 ઓવરના અંતે 4 વિકેટે 217 રન થયા હતા. બેંગ્લોર તરફથી વોક્સ અને ચહલને 2-2 વિકેટ મળી હતી. 218 રનના વિજય લક્ષ્યાંક સામે બેંગ્લોરની ટીમ ઝડપી રન કરવાના ચક્કરમાં સમયાંતરે વિકેટ ગુમાવતી રહી હતી. આથી તે અંતમાં જીતથી 19 રન છેટી રહી ગઇ હતી. બેંગ્લોર તરફથી સુકાની વિરાટ કોહલીએ 30 દડામાં 7 ચોગ્ગા અને 2 છગ્ગાથી પ7, મનદીપસિંહે 2પ દડામાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાથી અણનમ 47 અને વોશિંગ્ટન સુંદરે 19 દડામાં 3 છગ્ગા અને 1 ચોગ્ગાથી 3પ રન કર્યા હતા. સ્ટાર બેટસમેન ડિ'વિલિયર્સ 20 અને મેક્યુલમ 4 રને આઉટ થયા હતા. રાજસ્થાન તરફથી શ્રેયસ ગોપાલને બે વિકેટ મળી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer