જિલ્લાની ગ્રામ પંચાયતોને સફાઇ માટે 1.38 કરોડની ગ્રાન્ટની ફાળવણી

ભુજ, તા. 15 : ગુજરાત સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં સફાઇ યોગ્ય રીતે થાય અને લોકોમાં સફાઇ પ્રત્યે સભાનતા કેળવાઇ તે માટે સ્વચ્છ ગામ સ્વસ્થ ગામ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના અન્વયે ગ્રામ પંચાયત દ્વારા વસૂલ કરવામાં આવેલા સફાઇવેરાને આધારે ગ્રામ પંચાયતને સહાય અને પ્રોત્સાહક ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. વર્ષ 2016-17માં થયેલી વસૂલાતના આધારે કચ્છ જિલ્લાની ગ્રામ પંચાયતોને રૂા. 1,38,75,895 અંકે એક કરોડ આડત્રીસ લાખ પંચોતેર હજાર આઠસો પંચાણુંની ફાળવણી કરાઇ છે. માધાપર નવાવાસ ગ્રામ પંચાયતને 28.87 લાખ, દહીંસરા ગ્રામ પંચાયતને 4.12 લાખ, સુખપર (ભુજ) ગ્રામ પંચાયતને 4.40 લાખ, કોડાય ગ્રામ પંચાયતને 3.09 લાખ, જખૌ ગ્રામ પંચાયતને 2.03 લાખ, કોઠારા ગ્રામ પંચાયતને 6.28 લાખની ફાળવણી કરવામાં આવી છે. ઉપરાંત મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન હેઠળ ગ્રામ પંચાયતોને ડોર ટુ ડોર કચરાનું કલેકશન કરવા, સફાઇના  સાધનો અપાવવા જેવી કામગીરી માટે વ્યક્તિ દીઠ માસિક રૂા. 2 (બે રૂપિયા)ની ગ્રાન્ટ ફાળવવામાં આવેલી છે. જે અન્વયે કચ્છ જિલ્લાની 630 ગ્રામ પંચાયતોને સપ્ટે. 17થી નવે.17 (માસ-3)ની 90.03 લાખ ગ્રાંટની ફાળવણી કરવામાં આવી છે. જે અન્વયે કચ્છ જિલ્લાના તાલુકા પૈકી ભુજને 18.29 લાખ, 8.93 લાખ, માંડવી 9.19 લાખ, મુંદરા 9.19 લાખ, રાપર 11.46 લાખ, ભચાઉ 8.89 લાખ, નખત્રાણા 8.91 લાખ, અબડાસા 7.27 લાખ, લખપત 3.75 લાખ, ગાંધીધામ 4.11 લાખની ફાળવણી કરવામાં આવી છે.  

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer