અંબાજીનાં ગર્ભગૃહમાં સમસ્ત નાગર જ્ઞાતિના ભાવિકોએ પૂજા કરી

ભુજ, તા. 15 : તાજેતરમાં અંબાજી ખાતે ગર્ભગૃહમાં સમસ્ત નાગર જ્ઞાતિના ભાવિકોએ શ્રદ્ધા સાથે પૂજા કરી હતી અને સાથોસાથ સમગ્ર ગુજરાત નાગર પરિષદના પ્રમુખ અને મહિલા અગ્રણીને કચ્છી પાઘડી પહેરાવી બહુમાન કરાયું હતું. ગુજરાતના સમસ્ત નાગર- નાગર બ્રાહ્મણને અંબાજી ખાતે નિજ મંદિરમાં પ્રવેશની સાથે ખાસ અધિકારની?રૂએ પૂજા કરવા માટે હક્ક પ્રાપ્ત થાય છે તેને નજર સમક્ષ રાખી ભુજ નાગર-નાગર બ્રાહ્મણ તેમજ સમસ્ત નાગર જ્ઞાતિના ભાવિકો દ્વારા તાજેતરમાં અંબાજી ખાતે નિજ મંદિરમાં પ્રવેશ?કરી રાત્રિ પૂજામાં લાભ લીધો હતો. આ ખાસ અધિકાર માત્ર?નાગર અને નાગર બ્રાહ્મણને મળે છે. ઘણા વરસો પહેલાં પ્રમુખ સ્વ. ઉમાકાંતભાઇ વૈશ્નવ અને પરિમલભાઇ?ધોળકિયાના નેજા હેઠળ રાત્રિ પૂજાનો અધિકાર નાગર જ્ઞાતિને પણ મળે તે માટે ખાસ પ્રયત્નો કર્યા હતા જે અંગે ગુજરાત (રાજ્ય) નાગર પરિષદના પ્રમુખ નરેશભાઇ રાજાએ ખાસ ઉલ્લેખ?કરીને જણાવ્યું હતું કે, નાગર જ્ઞાતિને જ અધિકાર પ્રાપ્ત થયો છે તે તેઓને આભારી છે. આ બાબત કોર્ટમાં રજૂઆત કર્યા બાદ સરકાર તરફથી આ અધિકાર પ્રાપ્ત થયો છે. જે સંદર્ભે હાટકેશ અંબિકા મહિલા મંડળ  દ્વારા અંબાજી ખાતે રાત્રિ?પૂજાની સેવા બદલ પ્રમુખ નરેશભાઇ?રાજા અને રીટાબેન રાજાનું કચ્છી પાઘડીથી પ્રમુખ ભૈરવીબેન વૈદ્ય, દિવ્યકાંતભાઇ?છાયા, તરુણકાંતભાઇ?છાયા, કેતનભાઇ વૈશ્નવ, હસમુખભાઇ વોરા, કિરણભાઇ?અંજારિયાએ સન્માન કર્યું હતું. આ પ્રસંગે ભુજ, અંજાર, ગાંધીધામ તેમજ સમગ્ર રાજ્યના નાગર સભ્યો હાજર રહ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer