ભચાઉના વોર્ડ-પમાં ખુલ્લી ગટર અને મચ્છરોનો ત્રાસ

ભચાઉ, તા. 15 : શહેરના વોર્ડ નં. 5ના પછાત વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી ખુલ્લી ગટર અને સફાઈ ન થતી હોવાના કારણે અવારનવાર રોગચાળો થાય છે.  ભચાઉ નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. તા. 12ના બાઈક સવાર બાઈક અને બે બાળકો સાથે પડી જતાં નાની-મોટી ઈજાઓ થઈ હતી અને આ અંગે તંત્ર નહીં જાગે તો મોટી જાનહાનિ થઈ શકે તેમ છે. અગાઉ પણ ગાયો, વાછરડા તેમજ મોટી ઉમરના લોકો પણ પડી ગયાના દાખલા છે. આ વોકળાની આજુબાજુ મોટી વસ્તી છે, અને આ ખુલ્લી ગટરના હિસાબે ગટરની દુર્ગંધથી આજુબાજુ લોકો રહી શકતા નથી. બહુ જ મોટી સંખ્યામાં મચ્છરોનો ઉપદ્રવ છે. પ્રશ્નો નહીં ઉકેલાય તો ઉપવાસ પર ઉતરવાની ચીમકી શહેર કોંગ્રેસ સમિતિના સંકલન મહામંત્રી શરીફભાઈ નોતિયારે આપી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer