મુંદરાના ઉમિયાનગર પાસે એસટી પિકઅપ સ્ટેન્ડ આપો

મુંદરા, તા. 15 : અહીંના ઉમિયાનગર પાસે એસ.ટી.ના પિકઅપ સ્ટેન્ડની સવલત આપવા એસ.ટી. નિયામક ભુજ પાસે રહેવાસીઓએ માંગ કરી હતી. આ વિસ્તારના પરાક્રમસિંહ જાડેજા સહિત ઉમિયાનગર, રિદ્ધિનગર, અલકનંદા, જયનગર, બાપા સીતારામનગર, યોગેશ્વરનગર, શ્રીજીનગર, પાવાપુરી તથા ગોકુલમના રહેવાસીઓની સહી સાથે કરાયેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, એસ.ટી. પિકઅપ સ્ટેન્ડની સવલત ઊભી થાય તો દિવસ-રાત્રે રિક્ષા તથા ખાનગી વાહન ચાલકોના મોંમાગ્યા ભાડામાંથી લોકોને કાયમ છુટકારો મળે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer