આગામી 22મીએ ભુજમાં કવીઓ ખાતે રાહતદરે ન્યૂરોસર્જન તપાસણી કેમ્પ

ભુજ, તા. 15 : અહીંના ક.વી.ઓ. જૈન મહાજન સંચાલિત રતનશી ટોકરશી વોરા મેડિકલ ચેકઅપ સેન્ટર ખાતે આગામી તા. 22મીએ સવારે 10થી 3 દરમ્યાન રાજકોટના સુપર નિષ્ણાત ન્યૂરો સર્જન દ્વારા રાહતદરે તપાસણી કેમ્પ યોજાશે. આ કેમ્પમાં રાજકોટના ન્યૂરોસર્જન ડો. પીયૂષકાન્ત શર્મા દ્વારા બ્રેઇન, હેમરેજ, મગજની ગાંઠ, એન્ડોવાસ્કયુલર, પ્રોસિઝર, લકવા, પેરાલિસીસની અસર, મગજની ધમની ફૂલવી, મણકામાં ટયૂમર, ખેંચ આવવી, માથાની ઇજા વગેરે બીમારી ધરાવતા દર્દીઓની તપાસણી કરવામાં આવશે. દર્દીઓએ જૂના રિપોર્ટ સાથે લાવવા. નામ નોંધાવવા તેમજ વધુ વિગત માટે (02832) 255318, 223821નો સંપર્ક કરવો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer