મુંદરાના ઉમિયાનગર પાસેના માર્ગ પર સુલભ શૌચાલય જરૂરી

મુંદરા, તા. 15 : અહીંના ઉમિયાનગર પાસે આસપાસની એક સોસાયટીના રહેવાસીઓની અવરજવર રહેતી હોવાથી રસ્તા પર સુલભ શૌચાલય બનાવવા, રાજ્યના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ, ગ્રામ વિકાસ મંત્રીને પરાક્રમસિંહ જાડેજા સહિતના રહેવાસીઓની સહી સાથે રજૂઆત કરાઇ હતી. રહેવાસીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, ઉમિયાનગર, રિદ્ધિનગર, અલકનંદા, જયનગર, બાપા સીતારામ નગર, યાગેશ્વરનગર, શ્રીજી નગર, પાવાપુરી તેમજ ગોકુલમ સોસાયટીના રહેવાસીઓની સતત અવરજવર રહેતી હોવાથી શૌચાલય જવા માટે ખાસ તો ત્રીઓને શૌચાલયની તકલીફ પડતી હોવાથી સુલભ શૌચાલય બનાવવા અનુરોધ કરાયો હતો.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer