ભુજમાં ટિફિન સેવાનો લાભ અનેક લોકો સુધી પહોંચ્યો

ભુજ, તા. 15 : શહેરમાં હાથ લંબાવી શકતા નથી અને માગી શકતા નથી તેવાઓને ઘેરઘેર ટિફિન પહોંચતા કરવાની સત્યમની સેવાનો અનેક લોકો લાભ લઇ રહ્યા છે અને આ માટે દાતાઓ આગળ આવી રહ્યા છે. સત્યમના અધ્યક્ષ દર્શક અંતાણીએ જણાવ્યું હતું કે, શહેરમાં આ સેવા માટે બોરીવલીના સ્વ. સનતભાઇ દોશીના જન્મદિને તેમના પુત્ર જિગરભાઇ?દોશી દ્વારા ભુજની રાધિકા પર્લમાં રહેતા દર્શનબેન ધોળકિયા, અનિલભાઇ સોલંકી તેમજ ભાવનાબેન માંકડ, દર્શન વૈશ્નવ, ભાસ્કરભાઇ?માંકડ તેમજ સ્વ. કીર્તિભાઇ?શાહ હસ્તે ચિરાગભાઇ શાહ તેમજ ભુજના માજી કારોબારી ચેરમેન સ્વ. માણેકજીભાઇ મહેતાની સ્મૃતિમાં કમલેશ મહેતા અને આકાશવાણીના હિંમતસિંહ, સ્વ. શિરીષભાઇ વોરાએ સહયોગ આપ્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer