બાબિયાની સીમમાં કૂવો ગાળવાના કામ વચ્ચે ઉપરથી પડેલા શ્રમિકનું મોત

બાબિયાની સીમમાં કૂવો ગાળવાના કામ વચ્ચે ઉપરથી પડેલા શ્રમિકનું મોત
ભુજ, તા. 21 : મુંદરા તાલુકાના બાબિયા ગામે કૂવો ગાળવાની કાર્યવાહી દરમ્યાન અકસ્માતે કૂવામાં ખાબકેલા મૂળ રાજસ્થાનના વતની એવા શ્રમજીવી ગણપતસિંહ પૂનમસિંહ (ઉ.વ. 30)ને મોત આંબી ગયું હતું. તો બીજીબાજુ નખત્રાણા તાલુકાના ઐયર ગામે કાંતાબેન રમેશભાઇ આંઠુ (ઉ.વ. 47) નામની મહિલાએ કોઇ?અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ બાબિયા ગામની સીમમાં ટપ્પરના વિક્રમસિંહ જટુભા જાડેજાની વાડીમાં કૂવો ગાળવા સમયે આજે સવારે આ દુર્ઘટના સર્જાઇ હતી. કામગીરી માટે કૂવામાં ઉતારાયેલો ગણપતસિંહ પૂનમસિંહ પુલીની ઘોડી ભાર સહન કરી ન શકવાથી આડી પડી જતાં આ શ્રમજીવી 60 ફૂટ નીચે કૂવાના પાણીમાં ખાબક્યો હતો. તેનું સ્થળ?ઉપર જ મૃત્યુ થયું હતું. મુંદરા પોલીસના સહાયક ફોજદાર કરસનભાઇ?કોચરાએ સ્થળ ઉપર જઇ પંચનામા અને ઇન્ક્વેસ્ટ સહિતની કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી. બીજીબાજુ ઐયર ગામે આધેડ વયની કાંતાબેન આંઠુની  અકળ આત્મહત્યાની ઘટના બહાર આવી છે. આ હતભાગી મહિલાએ ગઇરાત્રે તેના ઘરની છતની આડી સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઇ લીધો હતો. આ પછી મોડીરાત્રે તે મૃત લટકતી મળી આવતાં પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે આ વિગતો આપતાં કહ્યું હતું કે, મરનારે કયા કારણે આત્મહત્યા કરી તેની વિગતો હજુ સ્પષ્ટ થઇ નથી. અકસ્માત મોતનો ગુનો નોંધી છાનબીન હાથ ધરાઇ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer