માધાપરમાં 32 હજારના શરાબ સાથે ચાર શખ્સ ઝડપાયા

માધાપરમાં 32 હજારના શરાબ સાથે ચાર શખ્સ ઝડપાયા
ભુજ, તા. 21 : શહેરની ભાગોળે આવેલા તાલુકાના માધાપર ગામે બાતમીના આધારે સ્થાનિક બી-ડિવિઝન પોલીસે દરોડો પાડી 32 હજારના શરાબ સાથે ચાર શખ્સને ઝડપી પાડયા હતા.માધાપર ગામે શ્રીજી સ્કૂલ પાછળ રમેશ જેઠા પટેલના વરંડામાં આજે ઢળતી બપોરે આ કાર્યવાહી કરાઇ હતી. જેમાં માધાપરના રમેશ?જેઠાભાઇ?પટેલ, જીવરાજ ભોજરાજ ગઢવી, વિપુલ પરસોત્તમ ગોર તથા નાગોર (તા. ભુજ)ના મહેન્દ્રગિરિ ઉર્ફે ભીખો વાલગિરિ ગુંસાઇની ધરપકડ કરાઇ હતી. પોલીસ સાધનોએ આપેલી માહિતી મુજબ આરોપીઓ પાસેથી રૂા. 17,600ની કિંમતની અંગ્રેજી પ્રકારના શરાબની 44 બાટલી તથા રૂા. 14,800ની કિંમતના 148 ક્વાટરિયા કબજે કરાયા હતા તો પાંચ મોબાઇલ ફોન મળી કુલ્લ રૂા. 36,900ની માલસામગ્રી કબજે કરાઇ હતી. સહાયક ફોજદાર મૂળભારથી ગુંસાઇએ આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો. આ જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં જતો હતો તેના સહિતની વિગતોનું પોલીસે તપાસ દરમ્યાન પગેરું દબાવ્યું છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer