ઈન્સ્ટિ. ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટની ભુજ બ્રાન્ચનો શ્રેષ્ઠ દેખાવ બિરદાવાયો

ઈન્સ્ટિ. ઓફ ચાર્ટડ એકાઉન્ટન્ટની ભુજ  બ્રાન્ચનો શ્રેષ્ઠ દેખાવ બિરદાવાયો
ભુજ, તા. 21 : બે વર્ષના ટૂંકા ગાળામાં જ ઈન્સ્ટિયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ભુજ શાખાએ સિદ્ધિના શિખરો સર કર્યા છે. તાજેતરમાં પશ્ચિમ વિભાગની શાખાઓમાંથી અહીંની શાખાની વિદ્યાર્થી પાંખે વાર્ષિક એબેર્ડમાં બીજો ક્રમાંક હાંસલ કરી સન્માન મેળવ્યું હતું. ઈન્સ્ટિયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પશ્ચિમ ક્ષેત્રનો વાર્ષિક એવોર્ડ સમારંભ મુંબઈ ખાતે યોજાયો હતો. જેમાં પશ્ચિમ વિભાગની કુલ 35 શાખાઓ પૈકી ભુજ શાખાની વિદ્યાર્થી પાંખને `માઈક્રો બ્રાન્ચ કેટેગરી'માં સમગ્ર વિભાગમાં બીજા ક્રમે સન્માનીત કરાઈ હતી.  ભુજ બ્રાંચ વતીથી સ્ટુડન્ટ શાખાના ચેરપર્સન સી.એ. હાર્દિક પ્રતાપભાઈ ઠક્કર, ભુજ બ્રાન્ચના ચેરમેન સી.એ.દર્શન ખંડોલ અને સી.એ. ભાવિ ઠક્કરને આઈ.સી.એ.આઈ.ના ભારતના ઉપપ્રમુખ સી.એ. પ્રફુલ્લભાઈ છાછડ તથા પશ્ચિમ વિભાગના પ્રમુખ સી.એ. સંદીપ જૈનના હસ્તે આ એવોર્ડ એનાયત કરાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ભુજ બ્રાન્ચે ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા સહિતના પશ્ચિમ ક્ષેત્રની બ્રાન્ચો પૈકી આવી ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરી ટૂંકા ગાળામાં એવોર્ડ મેળવતી પ્રથમ બ્રાન્ચ બની છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer