ગાંધીધામમાં સફાઇ કામદારોને પાકા કરવાની માંગ સાથે ધરણા

ગાંધીધામમાં સફાઇ કામદારોને  પાકા કરવાની માંગ સાથે ધરણા
ગાંધીધામ, તા. 21 : શહેરની પાલિકાના સફાઇ કામદારોને કાયમી ધોરણે પાકા કરવા સહિતની માંગની સાથે ભીમસેના દ્વારા રેલી યોજી પાલિકા કચેરીએ ધરણા યોજાયા હતા. શહેર અને સંકુલને સ્વચ્છ રાખવામાં સફાઇ કામદારોની મહત્ત્વની ભૂમિકા છે. અનેક વખત ગંદા પાણીથી લબાલબ ગટરની ટાંકીમાં ઊતરતી વખતે અમુક કર્મીઓના મોત પણ થતા હોય છે. આવામાં તેમના પરિવાર ઉપર આભ તૂટી પડતું હોય છે. પાલિકામાં કામ કરતા તમામ સફાઇ કર્મીઓને પાકા કરવા, પગાર વધારો આપવો, કર્મચારીના મૃત્યુ બાદ તેમના વારસદારને નોકરી ઉપર રાખવા, સરકારી રજાઓનો લાભ આપવો, મેડિકલ એલાઉન્સ, મહિલા અને પુરુષ કર્મીઓ માટે યુનિફોર્મની વ્યવસ્થા કરવી, બોનસ આપવું વગેરે માંગ સાથે ભીમસેનાએ રેલી યોજી અને અંતે પાલિકા કચેરી સમક્ષ ધરણાં કરવામાં આવ્યા હતા. જો 10 દિવસમાં આ અંગે યોગ્ય નિર્ણય ન લેવાય તો ભીમસેના દ્વારા પાલિકા કચેરી સમક્ષ આમરણ ઉપવાસ ઉપર ઉતરવાની ચીમકી પણ આપવામાં આવી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer