રોટરી વોલસિટી ભુજની થેલેસેમિયા પ્રવૃત્તિ અને આયોજન શક્તિની ગોવામાં પ્રશંસા થઇ

રોટરી વોલસિટી ભુજની થેલેસેમિયા પ્રવૃત્તિ  અને આયોજન શક્તિની ગોવામાં પ્રશંસા થઇ
ભુજ, તા. 21 : રોટરી ક્લબની ડિસ્ટ્રીક્ટ-3054ની પ્રથમ એવી આસિસ્ટન્ટ ગવર્નર તથા ડિસ્ટ્રીક્ટ ટ્રેનર્સ માટેની તાલીમના યજમાન બનવાની તક આ વખતે ભુજની વોલસિટી ક્લબે ઝડપી હતી, અને એ માટે લગભગ 35 જેટલા સભ્યો અહીંથી ગોવા ગયા હતા. ડી.જી. કેપ્ટન નિરજ સોગાણીએ આયોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, ભવિષ્યમાં પણ વોલસિટી ક્લબને મહત્ત્વની જવાબદારી સોંપાશે. વોલસિટી ક્લબના આનંદ મોરબિયા, સતીશ દાવડા, ધર્મેશ પારેખનાં માર્ગદર્શનમાં વર્ષ 2018-19 માટે નિયુક્ત?થયેલા એ.જી. અમિત ચૌહાણે આયોજનની જવાબદારી સંભાળી હતી. ક્લબના પ્રમુખ ભરત લોહાર, સેક્રેટરી જયેશ જોષી તથા સભ્યો ધર્મેશ મહેતા, મેહુલ સોમૈયા, ધીરેન પાઠક, અમર મહેતા, અલ્પેશ?શાહ, ધીરેન દોશી, રાજન વોરા, દ્વિજેશ આચાર્ય, હર્ષદ હાલાણી, દિલીપ ઠક્કર, સ્મિત જેઠી, પિંકેશ?શાહ, જિજ્ઞેશ પારેખ, દિપેશ?ઠક્કર તથા દત્તુ ત્રિવેદીએ ક્લબના મુખ્ય માર્ગદર્શક જયેશભાઇ શાહના વડપણ હેઠળ જોડાઇ?ત્રણ દિવસના આ કાર્યક્રમ માટે કામગીરી સંભાળી હતી. તાલીમની પૂર્વસંધ્યાએ નવરાત્રિ દરમ્યાન ભુજ હિલગાર્ડન ગરબીને લીધે કચ્છમાં લોકપ્રિય હર્ષી મેડનો સંગીતનો કાર્યક્રમ યોજાયો હતો. તાલીમની શરૂઆતમાં હાલના ડી.જી. મૌલીન પટેલે સંબોધન કર્યું હતું. ભરત લોહારે આવકાર આપ્યો હતો. ડિસ્ટ્રીક્ટના જાણીતા ટ્રેનર અજય કાલાએ કાર્યક્રમની બાગડોર પોતાના હાથમાં રાખી હતી. ગોવાની તાજ વિવાન્તા હોટલ ખાતે યોજાયેલી તાલીમના છેલ્લા સત્રમાં વોલસિટી ક્લબ દ્વારા થેલેસેમિયાના લાભાર્થીઓ માટે યોજાતી નવરાત્રિમાં ઉપસ્થિત રહેવા ભદ્રેશ મહેતા, ચિરાગ શાહ, જયંત ઠક્કર, હર્ષદ ભીંડે, દીપક ઠક્કર, રાજુભાઇ ઠક્કર, અતુલભાઇ કતિરા તથા સંજય શાહે આમંત્રણ પાઠવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer