લખપત તાલુકા પંચાયતના પૂર્વ-પ્રમુખ સ્વ. ઝુઝારસિંહની પ્રતિમાનું અનાવરણ

લખપત તાલુકા પંચાયતના પૂર્વ-પ્રમુખ  સ્વ. ઝુઝારસિંહની પ્રતિમાનું અનાવરણ
દયાપર (તા. લખપત), તા. 21 : છેવાડાના લખપત તાલુકાના મુખ્ય મથક દયાપર ખાતે તાલુકા પંચાયત પાસે આવેલા પૂર્વ પ્રમુખ સ્વ. ઝુઝારસિંહ ગુમાનસિંહ ચૌહાણના નિવાસ પાસે તાલુકા પંચાયત પ્રમુખ સ્વ. ઝુઝારસિંહજી ચૌહાણની આરસ પ્રતિમાની અનાવરણવિધિ કાર્યક્રમ યોજાયો હતો, અને આ પ્રસંગે કુળદેવી શ્રી આશાપુરા માતાજીની પૂજાવિધિ- હવન કાર્યક્રમ ધામધૂમથી યોજાયો હતો. ગણપતિપૂજન, મંડપ પ્રવેશ, સ્થાપિત દેવતા આહ્વાન સ્થાપિત દેવતા હોમ,  ગુળ હોમ, ગુગળ હોમ, સરસવ હોમ, શ્રીફળ હોમ, આરતી, મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો સાથે યજ્ઞની પૂર્ણાહુતિ કરાઇ હતી. યજમાનપદે હિંમતસિંહ ઝુઝારસિંહ ચૌહાણ રહ્યા હતા. યજ્ઞવિધિના આચાર્યપદે વિશ્વનાથભાઇ જોશી (દયાપર)એ શાત્રોક્ત વિધિ સંપન્ન કરાવી હતી. સ્વ. ઝુઝારસિંહ ચૌહાણની આરસ પ્રતિમાને ગંગાજળ, ગુલાબજળ, ગૌમૂત્ર, પંચામૃત, ઘૃત, પંચગવ્ય દ્રવ્યોથી સ્નાનાદિ કાર્ય સાથે પ્રસ્થાપિત કરાઇ હતી, અને હારારોપણ કરાયું હતું. આ પ્રસંગે તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સુરેન્દ્રસિંહ જાડેજા, લખપત ભાજપના પૂર્વ પ્રમુખ રમેશભાઇ જોશી, અબડાસાના તા.પં. કારોબારી ચેરમેન મહેશાજી રાણાજી સોઢા, જિલ્લા     પંચાયત સદસ્ય હઠુભા સોઢા વિગેરેએ  પૂર્વ પ્રમુખનાં સ્મરણોને યાદ કરી તેમના લોકોપયોગી કાર્યોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. કાર્યક્રમમાં દાનુભા વાઘેલા (રાપર), મોતીસિંહ ચૌહાણ (વાંકાનેર), નાયબ મામલતદાર પીરદાનસિંહ સોઢા, ભગતસિંહ જાડેજા (સાંતલપુર), ભારૂભા જાડેજા (રવાપર), ચન્દ્રદાન ગઢવી, દલપતભાઇ સોઢા, ચંદ્રદાન ગઢવી (કપુરાશી), પુંજાભા જાડેજા, સુરૂભા ગુમાનસિંહ, માધુભા વેરસલજી, ગુલાબસિંહ ચૌહાણ, ઇન્દ્રસિંહ ચૌહાણ, પ્રતાપસિંહ ચૌહાણ, મોતીસિંહ ચૌહાણ, ભમરાજી ચૌહાણ, ખીમજી હીરજી તેમજ આશાપર, દયાપરના તેમના ચાહકો ઉપસ્થિત રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer