પુનડી નજીક ગુરુ શક્તિધામનું બાબા સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત

પુનડી નજીક ગુરુ શક્તિધામનું બાબા સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત
પુનડી, તા. 21 : ગુડી પડવા અને ચૈત્રી નવરાત્રિના પ્રારંભે કચ્છ સમર્પણ આશ્રમ ખાતે ગુરુદેવ શિવકૃપાનંદ સ્વામીજી અને ગુરુમાની ઉપસ્થિતિમાં કચ્છ ખાતે નિર્માણ થનારું શ્રી ગુરુ શક્તિધામનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો હતો.સમર્પણ ધ્યાન યોગ પરિવારના પ્રણેતા સદ્ગુરુ શિવકૃપાનંદ સ્વામીજી અને ગુરુમાના હસ્તે ખાતમુહૂર્તની પૂજા કરી નિર્માણકાર્યનો પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે સ્વામીજીએ આશીર્વચન આપતાં જણાવ્યું હતું કે, પરમાત્મા આપના અંદર છે, શોધો, સુખ પણ આપણી અંદર છે - તેને બહાર ન શોધો, તો સાથે દાનનું મહત્ત્વ સમજાવતાં કહ્યું હતું કે, દેખાડવા માટે કે શરતી દાન યા પ્રભાવમાં આવી દાન ન કરો. દાનનું એક આધ્યાત્મિક મહત્ત્વ છે. તમારા આત્માના સંતોષ માટે દાન કરો. આગામી એપ્રિલ માસમાં શિરડીના સાંઈબાબા સંસ્થાન દ્વારા આયોજિત ધ્યાન મહાશિબિરમાં ઉપસ્થિત રહેવા લોકોને અપીલ કરી હતી.આ પ્રસંગે સવારે રામકાકા અને તેમની ટીમ દ્વારા ભજનનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખાતમુહૂર્ત પ્રસંગે ભુજ અને ગાંધીધામની સાધિકાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.કાર્યક્રમમાં પુનડી, દહીંસરા તથા માંડવીના સરપંચો, પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તો સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્રમાંથી 2000 જેટલા સાધકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા યોગ પ્રભા ભારતી સેવા સંસ્થાના સર્વે ટ્રસ્ટીઓ, શ્રી કચ્છ સમર્પણ આશ્રમ કમિટીના સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી, તેવું શ્રી શૈલેશભાઈ રૂડાણીની યાદીમાં જણાવવામાં આવ્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer