ખેતીને હંમેશાં યુવાન રાખવા ખેડૂતોને કરાયેલો અનુરોધ

ખેતીને હંમેશાં યુવાન રાખવા  ખેડૂતોને કરાયેલો અનુરોધ
વિથોણ (તા. નખત્રાણા), તા. 21 : નાના અંગિયામાં સેવા સહકારી મંડળીનો ચતુર્થ દશાબ્દી મહોત્સવ ઉજવાયો હતો. ખેતી અને ધરતીને હંમેશાં યુવાન રાખવા હાકલ કરવામાં આવી હતી.નાના અંગિયા સેવા સહકારી મંડળીએ મંડળીની સ્થાપનાને ચાલીસ વર્ષ પૂર્ણ થતાં વિશેષ કાર્યક્રમનું આયોજન ચતુર્થ દશાબ્દી મહોત્સવ તરીકે કરાયું હતું. જેમાં તાલુકાની મંડળીઓ ચાલાવતા ભાઇઓ અને ખેતીના નિષ્ણાત ખેડૂતોને આમંત્રિત કર્યા હતા. અંગિયા મંડળીની ચાલીસ વર્ષની સફરનાં સંભારણાં રજૂ કર્યા હતા. મંડળીના પ્રમુખ હંસરાજભાઇ કેશરાણીના અધ્યક્ષ સ્થાને મહોત્સવનું આયોજન મંડળીના હોદ્દેદારો, અંગિયા ગામજનો ઉપરાંત દાતાઓ અને વિવિધ એગ્રોના માલિકોના સથવારે કરવામાં આવ્યું હતું. રવિભાણ આશ્રમ (વિરાણી)ના મહંત શાંતિદાસ બાપુ અને મંચસ્થ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટય કરવામાં આવ્યું હતું. બાલિકાઓએ કાર્યક્રમ ખુલ્લો મૂકયો હતો. આશીર્વચન આપતાં શાંતિદાસ બાપુએ જણાવ્યું કે મંડળી ખેડૂત અને ખેતીનું હૃદય છે અને ખેતીને યુવાન રાખવા ખેડૂતોને મંડળીઓ મદદરૂપ થાય છે. ખેતી રાષ્ટ્રનો શ્રેષ્ઠ ઉદ્યોગ છે. વિશ્રામભાઇ રાબડિયાએ ખેતી વિશે બોલતાં જણાવ્યું કે ખેતી સાથે સંલગ્ન વ્યવસાયો થઇ?શકે છે. જિલ્લા પં. પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, જયસુખભાઇ પટેલ (ઉપાધ્યક્ષ, કે. ડી. સી. સી. બેન્ક ભુજ), નખત્રાણા તા. પં. પ્રમુખ ભરતભાઇ પટેલ, લાલજીભાઇ રામાણી (તા. વેચાણ સંઘ પ્રમુખ), ગૌતમભાઇ સોલંકી, વાય. આઇ. સિહોરા (ખેતીવાડી અધિકારી), ભુજ કિશાન સંઘ પ્રમુખ ભગવાનભાઇ પાંચાણી, ઉમિયા એગ્રો ભુજ અને યુનિટી એગ્રો સીડસના માલિકો હાજર રહીને દાતાની ભૂમિકા ભજવી હતી. સતત 25 વર્ષ સુધી મંડળીમાં સેવા આપનાર માજી પ્રમુખ કરસનભાઇ પારસિયાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંત્રી રમેશભાઇએ હિસાબો રજૂ કર્યા હતા. મનોજભાઇ વાઘાણીનું મંડળીએ સન્માન કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer