ભુજના પુરવઠા અનાજ કૌભાંડની તપાસ અંતિમ તબક્કામાં : ટૂંક સમયમાં કાર્યવાહી

ભુજ, તા. 21 : જિલ્લાના મુખ્યમથક ભુજને સંડોવતો પુરવઠા વિભાગના મહાકાય અનાજ કૌભાંડ અને બોગસ બી.પી.એલ. કાર્ડની ફરિયાદના સંદર્ભમાં થતી તપાસને ઝડપી બનાવવા અને જવાબદારો સામે ફોજદારી સહિતની કાર્યવાહીની માંગ સાથે કોંગ્રેસના પ્રદેશ અગ્રણી અનાજ કૌભાંડના ફરિયાદી આદમભાઇ ચાકી સહિતના પ્રતિનિધિ મંડળે ભુજ શહેરના અનાજ અને બોગસ બી.પી.એલ. કાર્ડ સંદર્ભની ફરિયાદના તપાસનીશ અધિકારી ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી અને મદદનીશ કલેક્ટર વિજયન સમક્ષ રજૂઆત કરી હતી જેના પ્રત્યુત્તરમાં અધિકારીએ આ તપાસ અંતિમ તબક્કામાં છે અને આગામી ટૂંક સમયમાં જ આ સમગ્ર કૌભાંડના જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. બોગસ બી.પી.એલ. કાર્ડની ફરિયાદના તપાસનીશ અધિકારી ઇન્ચાર્જ જિલ્લા પુરવઠા અધિકારી અને નખત્રાણા વિભાગના મદદનીશ કલેક્ટર વિજયનને રજૂઆત કરવા પ્રતિનિધિ?મંડળમાં આદમભાઇ?ચાકી સાથે કોંગ્રેસના અગ્રણીઓ ઘનશ્યામસિંહ ભાટી અને રમેશભાઇ?ગરવા જોડાયા હતા. રજૂઆતમાં કહ્યું હતું કે, ભુજ શહેરના અનાજ કૌભાંડ અને બોગસ બી.પી.એલ. કાર્ડ સંદર્ભની ફરિયાદના મુદ્દે બોગસ બી.પી.એલ. કાર્ડ ધરાવતા દુકાનધારકો સાચા બી.પી.એલ. કાર્ડધારકોને ગેરમાર્ગે દોરીને ફરિયાદીને બદનામ કરી રહ્યા છે. વધુમાં કહ્યું હતું કે, માગણી માત્ર બોગસ બી.પી.એલ. કાર્ડ રદ્દ કરવા પૂરતી નથી પરંતુ આવા બોગસ બી.પી.એલ. કાર્ડ બનાવનારા સસ્તા અનાજની દુકાનધારકો અને બોગસ બી.પી.એલ. કાર્ડ બનાવવામાં મદદગારી કરનાર પુરવઠા તંત્ર?અને મામલતદાર કચેરીના જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવે. ઉપરાંત જ્યારથી બોગસ બી.પી.એલ. કાર્ડ બન્યા છે ત્યારથી અત્યાર સુધી એ બોગસ બી.પી.એલ. કાર્ડના નામે વિતરણ કરવામાં આવેલા પુરવઠાના જથ્થાની કિંમત વસૂલી અને આ કૌભાંડના સૂત્રધારો સામે ફોજદારી પગલાં ભરવામાં આવે એવી માગણી કરાઇ છે.આ બાબતે આ ફરિયાદ સંદર્ભે?ટૂંક સમયમાં કાર્યવાહી નહીં થાય તો નાછૂટકે હાઇકોર્ટમાં ફરિયાદ કરવાની ફરજ પડશે તેવું ઉમેર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer