સુવઇમાં યુવાને ઝેરી દવા પી મોત નોતર્યું

ગાંધીધામ, તા. 21 : રાપર તાલુકાના સુવઇ ગામમાં રહેતા મૂળ બાડોલ વિજાપુર મહેસાણાના પંકજસિંહ મગનસિંહ દેવડા (ઉ.વ. 42)એ ઝેરી દવા પી લઇ આંખો મીંચી લીધી હતી. સુવઇ ગામમાં આજે બપોરે 12થી 3 વાગ્યાના અરસામાં આ બનાવ બન્યો હતો. પંકજસિંહ નામના યુવાનના પત્ની કન્યા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. આ મહિલા તથા તેમના બે સંતાન આજે બપોરે શાળાએ હતા, જ્યારે આ હતભાગી યુવાન ઘરે એકલો હતો ત્યારે તેણે અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઇ જીવનનો અંત આણ્યો હતો. તેમનો પુત્ર બપોરે ઘરે આવતાં આ બનાવ પ્રકાશમાં આવ્યો હતો. શિક્ષિકાના પતિ એવા આ યુવાને કેવા કારણોસર અંતિમ પગલું ભરી લીધું હશે તેની આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer