ડુમરાનો બળાત્કારી બુકાનીધારી અંતે ઝડપાયો

ડુમરાનો બળાત્કારી બુકાનીધારી અંતે ઝડપાયો
નલિયા, તા. 20 : અબડાસાના ડુમરા ગામે પ્રૌઢ વયની મહિલા પર બળાત્કાર ગુજારી લૂંટ થવાના ચકચારી બનાવનો ભેદ આખરે ઉકેલાયો છે. ડુમરા ગામના મફતનગરમાં રહેતા વસંત શિવજી મહેશ્વરી (ઉ.વ. 21)ની મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી આ સફળતા મેળવી છે. પોલીસ માટે પડકાર બનેલા આ કેસનો 17 દિવસ બાદ ભેદ ઉકેલાયો છે. ગત તા. 3/3ની રાત્રે ડુમરા ગામે દેરાસર વિસ્તારમાં આધેડ વયની ભદ્ર સમાજની મહિલાના ઘરમાં બારી તોડી ઘૂસી છરીની અણીએ બળાત્કાર અને લૂંટ?કરી નાસી છૂટેલા આરોપીને આખરે પોલીસે દબોચી લીધો છે. ડુમરાના જૈન દેરાસરની બહાર લાગેલા સી.સી. ટી.વી. કેમેરામાં ગત તા. 3/3ના રાત્રે 11.57 મિનિટે કેમેરામાં આબાદ ઝડપાઇ?જતાં ગુનાનો ભેદ ઉકેલવામાં આ પુરાવો ચાવીરૂપ બન્યો હતો. આરોપી એવો વસંત ભોગ બનનાર મહિલાના ઘરથી પૂરો વાકેફ હતો. પોતાના ઘરે એકલી રહેતી ભોગ બનનાર મહિલાના ઘર પાસે જ મંદિરના ચાલતા કામમાં મજૂરી કરતો હતો. સંભવત: દિવસોની રેકી પછી રાત્રે બુકાની બાંધી છરીની અણીએ ગુનાને અંજામ અપાયો હતો. પોલીસે આરોપી પાસેથી છરી, બુકાની માટે વપરાયેલા કાપડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે તેવું પોલીસે જણાવ્યું હતું. જિલ્લા પોલીસવડા એમ. એસ. ભરાડા, મદદનીશ?પોલીસ અધીક્ષક રવિ તેજા, ઉપરાંત એલ.સી.બી., એસ.ઓ.જી. ભુજ, નલિયા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટરની ટીમ, કોઠારા પોલીસ સ્ટેશન, નલિયા પોલીસ સ્ટેશનના અધિકારી, સ્ટાફગણ વગેરે અધિકારીઓની દિવસ-રાતની મહેનત બાદ આખરે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસે સફળતા મેળવી છે. આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસ દ્વારા રિમાન્ડની માગણી કરાશે. આરોપી વિરુદ્ધ તા. 4/3ના કોઠારા પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો. કલમ 376?(1), 394, 452 હેઠળ ગુનો નોંધાયા બાદ પોલીસ દ્વારા સઘન છાનબીનના અંતે ગુનાનો ભેદ ઉકેલાયો છે. નલિયા સી.પી.આઇ. વી. બી. કોઠિયા બનાવની તપાસ ચલાવી રહ્યા છે. તેમના સ્ટાફના શક્તિસિંહ ગોહિલ અને સંજય ચૌધરી તપાસમાં મદદરૂપ બની રહ્યા છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer