કચ્છમાં વસતા પૂર્વ સૈનિકો તથા વીરાંગનાઓનું સંમેલન મળ્યું

કચ્છમાં વસતા પૂર્વ સૈનિકો તથા  વીરાંગનાઓનું સંમેલન મળ્યું
ભુજ, તા. 20 : કચ્છ જિલ્લામાં વસતા પૂર્વ સૈનિકો/સ્વ. સૈનિકોનાં ધર્મપત્નીઓ અને વીરાંગનાના સંમેલનનું આયોજન મિલિટરી સ્ટેશન-ભુજ ખાતે યોજવામાં આવ્યું હતું. સ્વાર્થ વગર ભારતીય સેનામાં અપાયેલા બલિદાન અને અજેય હિંમતને બિરદાવવા માટે આ પૂર્વ સૈનિકોના સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈનિક સંમેલન આયોજન કરવાનો મુખ્ય હેતુ 7મા પગારપંચ વિશેની માહિતી, વન રેન્ક વન પેન્શનની જાણકરી, સરકારી પોલિસી અને પૂર્વ સૈનિકોને રોજગારની તકોની જાણકારી આપવામાં આવી હતી. આ પૂર્વ સૈનિક સંમેલનમાં 600થી વધારે પૂર્વ સૈનિકો/સ્વ. સૈનિકોનાં ધર્મપત્નીઓ અને વીરાંગનાઓ અબડાસા, ભુજ, અંજાર, ગાંધીધામ, માંડવી, મુંદરા, ભચાઉ, રાપર, લખપતમાંથી હાજર હતી. આ સંમેલનમાં માર્ગદર્શન આપવા બેંકના અધિકારી, પેન્શન સંબંધિત જાણકારી માટે તેમના અધિકારી, રેકોર્ડ ઓફિસના પ્રતિનિધિ, તબીબી સારવાર માટે જનરલ હોસ્પિટલની તબીબી ટીમો, આર્મી પ્લેસમેન્ટ નોડના અધિકારી જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ કચેરીના અધિકારીઓએ ઉપસ્થિત રહી અને જરૂરી સેવાઓ અને માર્ગદર્શન આપ્યા હતા. બ્રિગેડિયર સુધીર કુમાર, કમાન્ડર, સ્ટેશન કમાન્ડર, બાલ્ડ ઇગલ બ્રિગેડ અને મિલિટરી સ્ટેશનના બધા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્રિગેડિયરે આભાર વ્યક્ત કર્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer