ભચાઉમાં લોહાણા સમાજ દ્વારા કચ્છમિત્રના પત્રકારબંધુનું સન્માન

ભચાઉમાં લોહાણા સમાજ દ્વારા  કચ્છમિત્રના પત્રકારબંધુનું સન્માન
ભચાઉ, તા. 20 : અહીં લોહાણા મહાજન દ્વારા `ચૈત્રી બીજ' દરિયાલાલ જયંતી નિમિત્તે જ્ઞાતિની વિશેષ વ્યક્તિઓનું સન્માન કરાયું હતું. જેમાં કચ્છમિત્રના બે પત્રકારબંધુઓની સેવાની પણ કદર કરાઇ હતી. છેલ્લા 40 વર્ષથી સૌરાષ્ટ્ર ટ્રસ્ટ સંચાલિત જન્મભૂમિ જૂથના `કચ્છમિત્ર' સાથે પત્રકાર તરીકે માનદ્ સેવા આપતા અને મહાજનના જૂના કારોબારી સભ્ય મનસુખલાલ કરસનદાસ ઠક્કર અને તેમના ભાઇ કમલેશ ઠક્કરનું બહુમાન કરાયું હતું. ભચાઉ લોહાણા મહાજન પ્રમુખ ભરતભાઇ સી. ઠક્કરની અધ્યક્ષતા હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં મનસુખભાઇ અને કમલેશભાઇની સામાજિક સેવા બિરદાવાઈ હતી. પત્રકારિત્વના માધ્યમથી રચનાત્મક કાર્ય માટેની શૈલીથી સમાજમાં આદરભર્યું સ્થાન ધરાવે છે. આ પ્રસંગે એમ.એ., બી.એડ. અને જર્નાલિઝમની ડિગ્રી ધરાવતા કમલેશ ઠક્કરની ભૂકંપ વખતની સેવાની નોંધ લેવાઇ હતી. આ પ્રસંગે બંને ભાઇઓએ આભાર વ્યક્ત કર્યો હતો. આ ઉપરાંત ભચાઉ લોહાણા મહિલા મંડળના પ્રમુખ સુશીલાબેન અશ્વિનભાઇ ઠક્કર અને પરેશ પ્રવીણભાઇ ચંદે તાજેતરમાં સુધરાઇ સભ્ય પદે ચૂંટાઇ આવતાં તેમનું પણ સન્માન કરાયું હતું.આ પ્રસંગે હોદ્દેદારો નરોત્તમભાઇ સોમેશ્વર, પ્રાણલાલ સી. પોપટ, કમલેશ જે. કોટક, છોટાલાલ શામજી ઠક્કર સહિતના સભ્યોએ બહુમાન કર્યું હતું. સંચાલન જિતેન્દ્રભાઇ જોબનપુત્રાએ કર્યું હતું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer