શેરડીના હાજીપીર મેળામાં કચ્છભરના ભાવિકો ઊમટયા : વિવિધ સ્પર્ધા યોજાઈ

શેરડીના હાજીપીર મેળામાં કચ્છભરના ભાવિકો ઊમટયા : વિવિધ સ્પર્ધા યોજાઈ
ગઢશીશા, તા. 20 (જિજ્ઞેશ આચાર્ય દ્વારા)?: માંડવી તાલુકાનાં શેરડી ગામના પાદરમાં આવેલા કોમી એકતાના પ્રતીક સમા હાજીપીરની દરગાહ ખાતે દર સાલની જેમ પરંપરાગત રીતે મેળો ભરાય છે. જેમાં રણકાંધીએ આવેલા હાજીપીર બાબાની દરગાહેથી સલામ ભરીને પણ અનેક ભાવિકો અહીં ઊમટે છે, તો સમગ્ર કચ્છભરમાંથી અહીં સહેલાણીઓ અને પરંપરાગત યોજાતી રેંકડાદોડ, ઘોડાદોડ અને ઊંટદોડ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. અહીં પ્રેરણાદાયી કહી શકાય તેવી એક વાત એ પણ છે કે, આ મેળામાં આવતા દૂરદૂરના લોકોનું આતિથ્ય અનોખી રીતે કરાય છે. જેમાં ગામના જ અગ્રણી હાસમભાઈ ઈબ્રાહીમ જત દ્વારા બહારથી આવતા લોકોને સ્વખર્ચે પ્રસાદ-ન્યાઝ કરાવાય છે અને જેમાં અંદાજિત 2000થી પણ વધુ લોકો જોડાય છે, જેના માટે મેળા સમિતિ અને ગ્રામજનો પણ પૂરતો સહયોગ આપે છે. તો રાત્રે સંતવાણી અને તકરીર પણ સાથે યોજાય છે. દરમ્યાન અહીં સોમવારે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં મોટા રેંકડા દોડમાં પ્રથમ જત મુબારક સમા (રોડાસર), બીજા નંબર પર તુર્ક મામદ અબ્દુલકાદર (વિંઝાણ),  અને ત્રીજા નંબર પર હાજી બબા કરીમમામદ (ડુમરા), નાના રેંકડા દોડમાં સંઘાર બાબુભાઈ દેવા (શેરડી), મોટા ઘોડામાં પ્રવીણ રણછોડ માલમ (માંડવી), બીજા બળવંતસિંહ જાલુભા (મોડકુબા) અને ત્રીજા રહીમ ઉમર (રાણીસર) તથા નાના ઘોડામાં પ્રથમ જગદીશભાઈ (મોટા ભાડિયા), બીજા જત સરદાનખાન કરીમખાન મલેક (અમરાપુર પાટી), ઊંટ દોડમાં પ્રથમ હારૂન મુસા (પત્રી), બીજા રફીક હુસેન (મસ્કા) અને ત્રીજા જુસબ આરી જત (સુમરાસર) એ મેદાન માર્યું હતું. અહીં મેળા સમિતિ દ્વારા મેળા દરમ્યાન જીવદયાની પ્રવૃત્તિરૂપે ગાયોને ચારો અને પક્ષીને ચણ તથા શ્વાનને રોટલા પણ અપાય છે, તેવું મેળા સમિતિ દ્વારા જણાવાયું છે. આયોજનમાં ગામના અગ્રણીઓ વેલજીભાઈ ખીયશી શાહ (બબાશેઠ), શિવજીભાઈ સંઘાર (પૂર્વ તા. પં. સદસ્ય), દિનેશ દેવરાજ ગોસર, ભાવેશ ગુલાબચંદ શાહ, પૂર્વ સરપંચ દેવજીભાઈ મંગલ સંઘાર, તા.પં. સદસ્ય - પ્રદ્યુમનસિંહ જાડેજા, હાસમભાઈ જત, શામજીભાઈ લધુ સંઘાર, મુજાવર દોશમામદ ફકીરમામદ તથા દરેક જ્ઞાતિ સહયોગી બને છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer