ચેમ્પિયન્સ ટ્રોફીને ટી-20માં ફેરવવાનો બોર્ડ દ્વારા વિરોધ

મુંબઇ, તા.20 : આઇસીસી વર્ષ 2021માં ભારતમાં રમાનાર ચેમ્પિયન્સ ટ્રોફીના ફોર્મેટમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. આવકની હિસ્સેદારીમાં બદલાવ બાદ આઇસીસીને હાલ ઘણી નુકસાની વેઠવી પડે છે. આની ભરપાઇ માટે આઇસીસી આ દિશા તરફ આગળ વધી રહી છે. આ માટે કેટલાક દેશનું આઇસીસીને સમર્થન મળી રહ્યંy છે કે પ0 ઓવરની ચેમ્પિયન્સ ટ્રોફીનું ફોર્મેટ બદલીને ટી-20નું કરવામાં આવે. જેનો બીસીસીઆઇ સખત વિરોધ કરી રહ્યંy છે. આથી બીસીસીઆઇ અને આઇસીસી ફરી આમને-સામને આવી ગયા છે. આ પહેલાં ટેકસમાં છૂટ ન મળવાથી આઇસીસીએ ચેમ્પિયન્સ ટ્રોફી  ભારત બહાર કરવાની ચીમકી આપી હતી. બીસીસીઆઇના અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યંy છે કે ચેમ્પિયન્સ ટ્રોફીના ફોર્મેટમાં ફેરફાર શકય નથી. આ ટ્રોફી અમારા પૂર્વ અધ્યક્ષ જગમોહન દાલમિયાનું વિઝન છે. તેમની પાંચમી પુણ્યતિથિએ ભારતમાં તેનું આયોજન થવાનું છે. તેમાં ફેરફાર સંબંધે આઇસીસીએ અમને જાણ કરી છે. જો આઇસીસી આવું કરશે તો અમે તેનો સખત વિરોધ કરશું.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer