ભુજમાં 26 હજારના અંગ્રેજી શરાબ સાથે પરપ્રાંતીય શખ્સને ઝડપાયો

ભુજ, તા. 20 : શહેરમાં આર.ટી.ઓ. રિલોકેશન સાઇટ સ્થિત એન્કરવાલા ચકરાવા નજીકથી મૂળ હરિયાણાના વતની એવા વીરાસિંહ કટારાસિંહ બાબેરી (ગોસ્વામી)ને રૂા. 26 હજારની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે પકડી પાડી પોલીસે તેની સઘન પૂછતાછ હાથ ધરી છે.  બહાર આવેલી વિગતો અનુસાર, આરોપી વીરાસિંહ બાબેરી હાથમાં થેલા સાથે ઊભો હતો ત્યારે બાતમીના આધારે દરોડો પાડી ભુજ શહેર બી. ડિવિઝન પોલીસ મથકની ટુકડીએ તેને આજે સવારે પકડી પાડયો હતો. આ તહોમતદારના હાથમાંના થેલામાં પડેલી શરાબની 63 બાટલી કબ્જે કરાઇ હતી. પોલીસે રૂા. 26 હજારની કિંમતનો દારૂ ઉપરાંત એક મોબાઇલ ફોન તથા આધારકાર્ડ અને ચૂંટણીકાર્ડ વગેરે કબ્જે કરીને આરોપી સામે ગુનો દાખલ કર્યો હતો. તહોમતદાર પાસે જથ્થો ક્યાંથી આવ્યો અને તે તેને ક્યાં લઇ જતો હતો તેના સહિતની વિગતો પોલીસ ચકાસી રહી છે. બી. ડિવિઝનના ઇન્સ્પેક્ટર જે.એમ. આલના માર્ગદર્શન તળે સ્ટાફના પંકજ કુશવાહ, ફલજીભાઇ મુંજી, મયૂરાસિંહ જાડેજા વગેરે આ દરોડાની કાર્યવાહીમાં જોડાયા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer