ગાંધીધામમાં વ્યાજે લીધેલાં નાણાં ન અપાતાં હુમલો

ગાંધીધામ, તા.20: શહેરનાં ગણેશનગર વિસ્તારમાં વ્યાજે લીધેલા પૈસા ન આપી શકતા એક મહિલાને બે મહિલા સહિત ત્રણ લોકોએ માર માર્યો હતો. ગણેશનગરમાં રહેતા મનિષાબેન તથા તેમના પતિ કિરણભાઈ સુરા (મહેશ્વરી)એ આરોપીઓ પાસેથી એકાદ વર્ષ અગાઉ?વ્યાજે પેસા લીધા હતા. દરમ્યાન હેમેન્દ્ર સુરેન્દ્ર માતંગ, તેની પત્નિ અને સાસુ લક્ષ્મીબેને વ્યાજે આપેલા પૈસાની માગણી કરતાં પોતાની પાસે સગવડ નથી, સગવડ થશે ત્યારે આપી દઈશું તેવું મનિષાબેને કહ્યું હતું. દરમ્યાન આ ત્રણેય ઉશ્કેરાઈ ગયા હતા  અને  આ  મહિલાને માર માર્યો હતો. ગઈકાલે સાંજે બનેલા આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer