ગુંદિયાળીમાં માટીની ભેખડ ધસતાં વૃદ્ધે જીવ ગુમાવ્યો

ભુજ, તા. 20 : માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે અકસ્માતે માટીની ભેખડ ધસી પડતાં તેના નીચે દટાઇ જવાથી ગામના 62 વર્ષની વયના દાઉદ ઇશા કુંભારનું મૃત્યુ થયું હતું.  પોલીસ સૂત્રોએ આપેલી માહિતી મુજબ, ગુંદિયાળી ગામે વાછરડા દાદાના મંદિર પાસે આવેલી માટીની ખાણમાં આજે સાંજે માટી કાઢવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક ભેખડ ધસી હતી. ભોગ બનનારા  દાઉદભાઇ કુંભાર દબાઇ જતાં તેમનું સ્થળ ઉપર જ મૃત્યુ થયું હતું. માંડવી પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer