આદિપુરની શાક બજારમાં જુગટું ખેલતા પાંચ જબ્બે

ગાંધીધામ, તા.20: જોડિયા શહેરની શાક માર્કેટમાં મધ્યરાત્રિએ પત્તા ટીંચતા પાંચ શખ્સોને પોલીસે દબોચી લઈ તેમની પાસેથી રોકડા રૂા. 7900 જપ્ત કર્યા હતા. આદિપુરની શાક માર્કેટમાં ગત રાત્રે પોલીસે છાપો માર્યો હતો. આ માર્કેટમાં આવેલા થલ્લા ઉપર પત્તા ટીંચતા આદિપુર અને અંતરજાળના એવા દિલીપ ભીમજી પ્રજાપતિ, મનિષ મેઘજી સોલંકી(માલી), સંજય રવજી ઝેર, મોહન મેઘજી સોલંકી અને વિકાસ વાલજી બાવડિયા નામના શખ્સોની ધરપકડ કરી હતી. ગંજીપાના વડે જુગાર ખેલતા આ શખ્સો પાસેથી રોકડા રૂા. 7900 હસ્તગત કરવામાં આવ્યા હતા.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer