ગુનાઉ પાસે બસમાં ખોટીપો સર્જાતાં પ્રવાસી રસ્તે રઝળ્યા

નલિયા, તા. 20 : ભુજ એસ.ટી. ડેપો દ્વારા ચલાવાતી ભુજ-ગુનાઉ બસ રામપર (અબડા) પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 8એ પર બ્રેકડાઉન થતાં એસ.ટી. તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરાતાં પ્રવાસીઓએ અઢી કલાક સુધી પરેશાની ભોગવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ ડેપોની બસ નલિયા એસ.ટી. ડેપોમાંથી દરરોજ સાંજે છ વાગ્યે નલિયા પહોંચ્યા પછી 6.15 વાગ્યે ગુનાઉ તરફ રવાના થાય છે. આજે પોણા સાત વાગ્યે આ બસ રવાની થયા પછી રામપર (અબડા) પાસે બ્રેકડાઉન થતાં પ્રવાસીઓએ નલિયા એસ.ટી. ડેપોને વૈકલ્પિક વ્યવસ્થા માટે જાણ કરી હતી પણ અન્ય બસ મોકલવાને બદલે મરંમત માટેનું એસ.ટી.નું વાહન મોકલાતાં બસમાં મુસાફરી કરી રહેલા નાના બાળકો, મહિલાઓ સહિત પાંત્રીસેક પ્રવાસીઓએ લાંબો સમય બસના રિપેરિંગની રાહ જોવી પડી હતી.  દરમ્યાન નલિયા એસ.ટી. ડેપોમાંથી રાત્રે 8.45 વાગ્યા બાદ એક અન્ય બસની વ્યવસ્થા ગોઠવાઇ હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer