અંજાર ગ્રામ્ય વિસ્તારમાં વીજ-લેણા નહીં ભરાય તો જોડાણ કટ

અંજાર, તા. 20 : અંજાર ગ્રામ્ય 1 પેટા વિભાગ દ્વારા માર્ચ માસ અંતર્ગત વીજબિલના બાકી નાણાની વસૂલાત કરવાના હેતુસર તમામ સ્થળોએ વિવિધ ટીમો દ્વારા રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક તથા ખેતીવાડીના કુલ 3624 ગ્રાહકોના વીજજોડાણ કાપવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિ.એ એક યાદીમાં જણાવ્યું છે કે, અંજાર ગ્રામ્ય પેટા વિભાગ-1 હેઠળ આવતા વીજધારકો પૈકી કેટલાક ગ્રાહકો દ્વારા વીજબિલ સમયસર ભરવામાં આવતા નથી.  જેથી હાલ વીજબિલની રકમ વસૂલાતની ઝુંબેશ હાથ?ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત અંજાર ગ્રામ્ય વિસ્તારમાં કુલ 15 ટીમ દ્વારા રહેણાક, વાણિજ્ય, ઔદ્યોગિક તથા?ખેતીવાડી બાકીદારના વીજજોડાણ કાપવાની કામગીરી ચાલુ છે.વીજબિલ બાકીદારના જોડાણો કાપ્યા બાદ પુન: જોડાણનો ચાર્જ વસૂલવામાં આવશે તેમજ મીટર, સર્વિસ વાયર સહિતનો માલ-સામાન ઉતારી લેવામાં આવ્યા બાદ આ વીજજોડાણો  કાયમી ધોરણે રદ કરી દેવામાં આવશે અને આ બાકી રકમની વસૂલાત માટે ગુજરાત વીજ નિયમન પંચના નિયમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. વીજ ગ્રાહકોની સગવડતા માટે અંજાર ગ્રામ પેટા વિભાગ-1 હેઠળ આવતા વીજધારકો માટે 31/3 સુધી ચાલુ દિવસો દરમિયાન તેમજ રજાના દિવસોમાં પણ વીજબિલ ભરવા કેશ કલેક્શન બારી ચાલુ રહેશે. વીજબિલના નાણા વસૂલવા માટે કેશ કલેકશન તેમજ બાકી વીજબિલ ન ભરનારના વીજમીટર તથા ટ્રાન્સફોર્મર ઉતારી લેવામાં આવશે. જેમાં ચંદિયા, ભલોટ, વાડા, ખંભરા, પાંતિયા, નિંગાળ, વીડી, કુંભારિયા, નગાવલાડિયા, બિટાવલાડિયા, દેવળિયા, સિનોગ્રા, વરસામેડી, ખેડોઇ, ચાંદ્રોડા, ભુવડ, મથડા વગેરે ગામોનો સમાવેશ થાય છે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer