જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગના 26 ડ્રાઇવરોને પગાર મળતો નથી

ભુજ, તા. 20 : જિલ્લા પંચાયત સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડ્રાઇવરોને છ?મહિનાથી પગાર ચૂકવાયો નથી અને પ્રમુખે સ્વભંડોળમાંથી પગાર ચૂકવવાનો આદેશ કર્યો છતાં અધિકારીઓ માનતા નથી તેવી ફરિયાદ વિપક્ષે કરી હતી. જિલ્લા પંચાયત વિરોધ?પક્ષના નેતા વી.કે. હુંબલે એક યાદીમાં જણાવ્યું હતું કે, 26 જેટલા ડ્રાઇવરોને છેલ્લા છ?માસથી પગાર ચૂકવાયો નથી. જેઓની હાલત ખૂબ જ કફોડી બની છે તેમજ ગુજરાત સરકાર દ્વારા વારંવાર ગતિશીલ ગુજરાતની વાતો કરાય છે, પરંતુ ગુજરાતમાં કર્મચારીઓનું શોષણ થઇ રહ્યું છે. આ તેનો પુરાવો  છે. કચ્છ જિલ્લા પંચાયતના પી.એચ.સી.માં ડ્રાઇવરોની ભરતી કોન્ટ્રાક્ટ પદ્ધતિથી કરવામાં આવી છે, ડ્રાઇવરોની ભરતી નીરવ એજન્સી જે અમદાવાદ બાજુની છે તેને સરકારે કર્મચારીઓની ભરતી માટેનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. ડ્રાઇવરનું માસિક ફિક્સ વેતન?રૂા. 12,000 નક્કી કરવામાં આવ્યું છે. નીરવ એજન્સી દ્વારા ડ્રાઇવરોને માત્ર માસિક રૂા. 6000 પગાર આપવાનું નક્કી કરી અને બેરોજગાર યુવાનોની મજબૂરીનો લાભ ઉઠાવવામાં આવે છે. માસિક રૂા. 6000 જેટલો પગાર પણ કચ્છમાં 26 જેટલા ડ્રાઇવરોને છેલ્લા છ?માસથી ચૂકવવામાં આવ્યો નથી, જે ખૂબ જ ગંભીર બાબત છે. આ બાબતે ડ્રાઇવરો દ્વારા વારંવાર જિલ્લા પંચાયતના પ્રમુખ?તેમજ અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરાઈ છે તેમ છતાં કોઇ નિર્ણય લેવામાં આવતો નથી. રજૂઆત અમારી પાસે ગત સામાન્ય સભા વખતે આવી હતી ત્યારે આ મુદ્દા સામાન્ય સભામાં પણ ઉઠાવી અને ડ્રાઇવરોને તાત્કાલિક જિલ્લા પંચાયત દ્વારા પગાર ચૂકવી કોન્ટ્રાક્ટરના બિલમાંથી કપાત કરવામાં આવે, તે વખતે જિલ્લા પંચાયત પ્રમુખે ખાતરી પણ આપી હતી, છતાં આજ દિવસ સુધી અમલવારી કરવામાં આવી નથી. જેથી ખરેખર આ ડ્રાઇવરોનાં કુટુંબોની હાલત શું હશે તેની કોઇ?ચિંતા કરતા નથી અને સમગ્ર ગુજરાતમાં કર્મચારીઓની ભરતી કરવાના બદલે ભાજપના મળતિયા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપી અને યુવાનોનું શોષણ કરવામાં આવી રહ્યાનો આક્ષેપ કર્યો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer