25મીએ ભુજપુરમાં કચ્છ ચારણ સમાજની બેઠક

ભુજ, તા. 20 : અખિલ કચ્છ ચારણ સભા, કચ્છ ચારણ સમાજના હોદ્દેદારો, આગેવાનો દ્વારા સમાજના દીકરા દીકરીઓને સારું શિક્ષણ મળી રહે, ભાવિ પેઢીને સારા સંસ્કારો મળી રહે તેમજ સમાજના વિકાસ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, તેના ભાગરૂપે આગામી તા. 25/3ના રોજ મુંદરા તાલુકાના ભુજપુર ગામે મોટી વાંકરાઇ સોનલમાના મંદિર (સમાજવાડી) ખાતે કચ્છ ચારણ સમાજની અગત્યની બેઠક સાંજના 5થી 7 વાગ્યા દરમ્યાન અખિલ કચ્છ ચારણ?સભાના પ્રમુખ વિજયભાઇ કે. ગઢવીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવી છે. તેમાં અખિલ કચ્છ ચારણ સભાના તમામ ગામોના હોદ્દેદારો તેમજ મુંદરા તાલુકાના ચારણ સમાજના આવેલ તમામ ગામોના આગેવાનો, દાતાઓ, વડીલો, ભાઇઓ અને બહેનો ઉપસ્થિત રહેશે. સમાજના આ કાર્યમાં સહકાર આપવા અખિલ કચ્છ ચારણ સભાના મંત્રી ભીમશીભાઇ કાકુભાઇ બારોટે અનુરોધ કર્યો છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer