વિશ્વ રંગભૂમિ દિને માંડવીનો રંગમંચ એકાંકીની પ્રસ્તુતિથી ગાજશે

માંડવી, તા. 20 : છેલ્લા એક દાયકા ઉપરાંતના સમયથી અહીંના રંગમંચને સાતત્યપૂર્ણ રીતે ગુંજતો રાખવાની પરંપરાના ભાગરૂપે આગામી તા. 27 માર્ચે વિશ્વ રંગભૂમિ દિને શહેરના ગોકુલ રંગભવનમાં ત્રણ એકાંકીઓની પ્રસ્તુતિ સાથે રંગમંચ પૂજનનો કાર્યક્રમ યોજાયો છે.સ્થાનિક યુવા કલાકારોને નાટય અભિનય તાલીમથી માંડીને રંગમંચ પ્રસ્તુતિ સુધીનું સાતત્યપૂર્ણ પ્રોત્સાહન આપતી સંસ્થાઓ વિવેકાનંદ રિસર્ચ એન્ડ ?ટ્રેઇનિંગ ઇન્સ્ટિટયૂટ, જી.કે. એન્ડ એમ.કે. મસ્કતવાલા ચેરિ. ટ્રસ્ટ અને વિઝ્યુઅલ આર્ટસ-માંડવી દ્વારા વિશ્વ રંગભૂમિ દિનની ઉજવણીના ભાગરૂપે સાંજે સ્થાનિક કલાકારો દ્વારા વિધિવત રંગમંચ પૂજન બાદ રાત્રે 9.15 કલાકે ડો. આર. વી. બસિયા દિગ્દર્શિત ત્રણ?એકાંકી નાટકોનું મંચન કરવામાં આવશે, જેમાં ડો. સતીશ?વ્યાસ લિખિત `અમે અહીંથી નહીં જઇએ', પ્રેમચંદ દ્વારા લિખિત મૂળ વાર્તા પરથી ડો. આર. વી. બસિયા નાટય રૂપાંતરિત `કફન' તથા હ્યુજ ચેસ્ટરમેન લિખિત મૂળ અંગ્રેજી નાટક અને ડો. નરેશ ફિટર દ્વારા ગુજરાતીમાં રૂપાંતર પામેલા `ધ પાઇ એન્ડ ધ ટાર્ટ'ની?શાનદાર પ્રસ્તુતિ થશે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer