છત્તીસગઢથી ગુમ થયેલી મહિલાનું 10વર્ષે ભુજમાં પુન: મિલન કરાવાયું

છત્તીસગઢથી ગુમ થયેલી મહિલાનું  10વર્ષે ભુજમાં પુન: મિલન કરાવાયું
ભુજ, તા. 17 : છત્તીસગઢના કવર્ધા ગામની યુવાન મહિલા બરતબેન ઝામ (ઉ.વ. 36) ગુમ થતાં પરિવારજનોએ તેની સતત?શોધ ચલાવી હતી. ક્યાંય પણ તેનો અતોપતો ન લાગતાં પરિવારજનો નિરાશ થયા હતા. મહિલાની ઉંમર 46 વર્ષની થઇ ત્યારે માનવજ્યોત સંસ્થાના પ્રબોધ મુનવર તથા રફીક બાવાને ભુજ રેલવે સ્ટેશન બહારથી મળી આવતાં તેને માનસિક આરોગ્યની હોસ્પિટલમાં દાખલ કરાવી હતી, જ્યાં તેની ડો. મહેશ ટીલવાણી તથા ડો. જે. વી. પાટણકરે સારવાર કરતાં તે સ્વસ્થ બની હતી. હોસ્પિટલના સામાજિક કાર્યકર જયેન્દ્ર પરમાર, પાર્થ ભટ્ટ તથા પ્રકાશ જોશીએ ત્યાંની પોલીસનો સંપર્ક કરી તેનું ઘર શોધી કાઢ્યું હતું. પરિવારજનોને જાણ થતાં જ તેના ભાઇ?શામદાસ અને તેમના મિત્ર?ભુજ આવી પહોંચ્યા હતા. 10 વર્ષ બાદ બહેન સાથે મિલન થતાં બંનેની આંખોમાં આંસુ આવી ગયા હતા. ભાઇ શ્યામલાલે જણાવ્યું હતું કે, અમે ગરીબ છીએ, દરરોજ માત્ર?ચોખા ખાઇએ છીએ, શાકભાજી ક્યારેય ખાવા મળતા નથી, ટિકિટ માટે પૈસા ન હતા, ગામલોકોએ ફાળો કરી આપ્યો છે, જેથી અમે બહેનને લેવા ભુજ પહોંચ્યા છીએ. પરિવારજનો તેની ઘરે રાહ જોઇ રહ્યા છે. તેઓએ જણાવ્યું હતું કે, અમારી બહેન હવે જીવિત હશે કે કેમ તેની અમને શંકા હતી. આમ 10 વર્ષ પછી મહિલાનું પરિવારજનો  સાથે મિલન થયું હતું. માનવજ્યોત  સંસ્થા દ્વારા ત્રણેને છત્તીસગઢ  સુધીની  ટ્રેનની ટિકિટ કઢાવી,  નાસ્તાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. માનવતાના આ કાર્યમાં માનવજ્યોત તથા હોસ્પિટલ નર્સિંગ સ્ટાફ - એટેન્ડન્સના સહિયારા પ્રયત્નો સફળ રહ્યા હતા. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer