દરેક મહિલાઓએ પોતાની રીતે સ્વચ્છતામાં જાગૃત રહેવું જોઈએ

દરેક મહિલાઓએ પોતાની રીતે  સ્વચ્છતામાં જાગૃત રહેવું જોઈએ
અંજાર, તા. 17 : એનાર્ડે અંજાર તથા મહિલા મંચના સંયુક્ત ઉપક્રમે ભીમાસર સ્થિત રત્નમણિ મેટલ્સ એન્ડ ટુબ્સ લિ.ના માધ્યમથી મહિલા આરોગ્ય શિબિરનું ઉદ્ઘાટન ચકલી બચાવ ઝુંબેશ માટે જાણીતા જગતભાઈ કિનખાબવાળાના હસ્તે દીપ પ્રગટાવીને કરાયું હતું. રત્મણિ ઈન્ડ. અમદાવાદથી કુ. માનસીબેન હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં મહિલા મંચના ખજાનચી મનીષાબેન ચંદારાણાએ સ્વાગત કર્યું હતું. એનાર્ડેના ડિસ્ટ્રીક્ટ આર.ડી.ઓ. પ્રભાતભાઈ મ્યાત્રાએ આજની આરોગ્ય શિબિરનું મહત્ત્વ સમજાવ્યું હતું. પેડમેન પિક્ચર પછી સમગ્ર ભારતની મહિલાઓમાં આવેલી જાગૃતિની સરાહના કરી આગામી  સમયમાં એનાર્ડે દ્વારા અંજાર શહેરના પછાત વિસ્તારમાં સેનેટરી પેડ  બાબતે મહિલા જાગૃતિ શિબિરો યોજવા વિશે  માહિતી અપાઈ હતી. નગરપાલિકા પૂર્વ અધ્યક્ષા કુ. મૃદુલાબેન પાંડેએ સમયને અનુરૂપ જાગૃતિ કેળવીને આજના જમાના સાથે કદમ મિલાવવા ઉપસ્થિત મહિલાઓને જણાવ્યું હતું. અમદાવાદથી  આવેલા ડો. નિલીમાબેન ઠાકોરે માહિતી આપતાં કહ્યું કે, ત્રીએ પોતાની સ્વચ્છતા બાબતે જાગૃત રહેવું જોઈએઁ. અંતમાં મહિલા મંચના ઉપપ્રમુખ અમૃતબેન બળિયાએ આભાર માન્યો હતો.  સંચાલન મહિલા મંચ-અંજારના પ્રમુખ સરસ્વતીબેન વી. ગોસ્વામીએ કર્યું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer