સંયમ, સદાચાર અને સારા સંસ્કારો સાથેનું જીવન તમામ લોકમાં સુખ આપે

સંયમ, સદાચાર અને સારા સંસ્કારો સાથેનું જીવન તમામ લોકમાં સુખ આપે
મોટા ભાડિયા (તા. માંડવી), તા. 17 : સંયમ, સદાચાર અને સારા સંસ્કારોની ત્રિવેણીમાં વ્યતિત થતું મનુષ્યનું જીવન આલોક અને પરલોકમાં સુખ આપે છે એવી શીખ તાજેતરમાં ચારણી આઇ?શક્તિ પરંપરાના વાહક મોટા રતડિયાના બ્રહ્મલીન હાંસબાઇ માતાજીની સ્મૃતિમાં દેવભૂમિ હરિદ્વાર ખાતે યોજાયેલી ભાગવત કથાના અવસરે વક્તા કશ્યપશાત્રીએ આપી હતી. કથા દરમ્યાન ભગવદ ભક્તિ, કૃષ્ણ જન્મોત્સવ, સાંસ્કૃતિક કાર્યક્રમ અને સમૂહ તર્પણ વિધિ, સન્માન સહિતના કાર્યક્રમોની ઉજવણી કરાઇ હતી. વ્યાસપીઠ પરથી વક્તાએ જીવનના ચાર પુરુષાર્થ, ધર્મના લક્ષણો, કૃષ્ણ પ્રાગટય, કૃષ્ણ-રૂક્ષ્મણી વિવાહ, ગજેન્દ્ર મોક્ષની કથા, રાસલીલા સહિતના પ્રસંગોનું વર્ણન કરી જીવનમાં ધન કરતાં ધર્મને વિશેષ?મહત્ત્વ આપી પવિત્ર વિચાર કરવાથી હૃદય પવિત્ર અને શુદ્ધ બને છે તેમ કહ્યું હતું. નંદ મહોત્સવ પ્રસંગે કચ્છી લાલ રામેશ્વર આશ્રમમાં કૃષ્ણજન્મને વધાવતાં ગવાયેલા દુહા-છંદ, રાસ-ગરબા સાથે યોજાયેલી વેશભૂષાએ ઉપસ્થિતોને મોહિત કર્યા હતા. સમૂહ તર્પણ વિધિ વખતે ગંગા મૈયાનો કિનારો શાત્રીજીના વડપણ હેઠળના વિપ્રવૃંદના વેદોક્ત ગાનથી ગાજી ઊઠયો હતો. કચ્છ ધરાના સંતો રાજડા ટેકરીના મહંત અર્જુનનાથજી, બ્રહ્માનંદભારતીજી, માતાજી નાગેશ્વરીગિરિજી (મોટા ભાડિયા), લાછબાઇમા (પાંચોટિયા), વિશ્વંભરગિરિ બાપુ (કાંડાગરા મોટા), મનોહરગિરિજી (શિરાચા), માજી સાંસદ પુષ્પદાનભાઇ ગઢવી, અગ્રણી અશોકભાઇ?ભાનુશાલી, મુંબઇ ચારણ સમાજના પ્રમુખ વાલજીભાઇ ગઢવી, જાણીતા કથા વાચક લાખાભાઇ ગઢવી સહિતનાઓને આયોજક ખીમશ્રી મા અને ધનબાઇ માના હસ્તે સન્માનિત કરાયા હતા. અગત્યની જાહેરાત કરતાં કથા શાત્રીએ કહ્યું હતું કે, આગામી પાંચ વર્ષ બાદ ચારણ કુળ તારિણી સોનલમાના આવી રહેલા જન્મ શતાબ્દી મહોત્સવ પર્વ દરમ્યાન ફરી હરિદ્વારમાં પોતાના તરફથી કથાનું આયોજન કરાશે.આચાર્ય શ્યામશાત્રી, વી.આર.ટી.આઇ. માંડવીના નિયામક માવજીભાઇ બારૈયા, ધનજીભાઇ પટેલ, નરેન્દ્રસિંહ વાળા, સુરેશભાઇ ગઢવી, કલ્યાણ ગઢવી, અરવિંદભાઇ ચૌધરી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. કચ્છના 20થી વધુ ગામ ઉપરાંત સૌરાષ્ટ્ર, ગોહિલવાડ, મુંબઇ, રાજસ્થાન સહિતના સ્થળોએથી 1400થી વધારે ભાવિકોએ કથાનો લાભ લીધો હતો. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer