બારોઇ ગ્રામ પંચાયતે દબાણો હટાવી કિંમતી જમીન-રસ્તા ખુલ્લા કરાવ્યા

બારોઇ ગ્રામ પંચાયતે દબાણો હટાવી  કિંમતી જમીન-રસ્તા ખુલ્લા કરાવ્યા
મુંદરા, તા. 17 : નગરના જોડિયા વિસ્તાર તરીકે ઓળખાતા બારોઇ મધ્યે ગ્રામ પંચાયત દ્વારા ગેરકાયદેસરનાં દબાણને આજે દૂર કરવામાં આવ્યું છે. બારોઇના શીતલા માતાજીના મંદિર પાસે રસ્તાની દક્ષિણ બાજુ વાડો બનાવી સરકારી જમીન ઉપર દબાણ કરનારનું જમીન દબાણ સરપંચ જીવણજી ભાણજી, ઉપસરપંચ ભોજરાજભાઇ ગઢવી વગેરેની ઉપસ્થિતિ વચ્ચે જેસીબી વડે દબાણને દૂર કરવામાં આવ્યું ત્યારે લોકોની ભીડ થઇ જવા પામી હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ દૂર કરવાની કામગીરી ચાલતી હતી ત્યારે  દબાણ કરનારના પત્ની પુરબાઇ ગુલામહુસેનએ ઘરમાંથી કેરોસીન લઇને આત્મવિલોપનનો પ્રયાસ કરતાં પોલીસે તેમની તથા ગુલામહુસેન સાલેમામદ વિરુદ્ધ અટકાયતી પગલાં લીધાં હતાં. બાદમાં જરૂરી કાર્યવાહીના અંતે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા.  સરપંચ શ્રી જાડેજાએ જણાવ્યું હતું કે,  ટ્રાફિકને  નડતરરૂપ તમામ ગેરકાયદેસરનાં દબાણને ગ્રામ પંચાયત દૂર કરશે. સૂત્રો એમ જણાવે છે કે, આજની કાર્યવાહી પાછળ ગાયો માટેનાં પાણીના હવાડાને  તોડી પાડવાની ઘટના જવાબદાર છે. તેમ બારોઇના સોસાયટી વિસ્તારમાં અને ગામતળની આજુબાજુ બહુ મોટી સંખ્યામાં ગેરકાયદેસરનું જમીન દબાણ?છે તેને પણ ખસેડવામાં આવે. ગ્રામ પંચાયત ભેદભાવભરેલી કામગીરી કરે છે તેવો આક્ષેપ કરતાં સૂત્રો જણાવે છે કે, તમામ ગેરકાયદેસરનાં દબાણ દૂર થવા જોઇએ. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer