કચ્છમાં ઓરીના પાંચ કેસ પોઝિટિવ

ભુજ, તા. 17 : ગત જાન્યુઆરીથી જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ દરમ્યાન જિલ્લામાં કુલ્લ 60 શંકાસ્પદ દર્દીઓમાંથી પાંચ દર્દીના કેસ પોઝિટિવ જણાયા છે. જિલ્લા આરોગ્ય અધિકારી પંકજકુમાર પાંડે અને જિલ્લા રસીકરણ અધિકારી ડો. ભાર્ગવના જણાવ્યા અનસાર, આરોગ્ય શાખા દ્વારા ગત જાન્યુઆરીથી હાથ ધરાયેલી કામગીરી દરમ્યાન કુલ્લ 60 જેટલા કેસ શંકાસ્પદ જણાયા હતા. જેમાં અબડાસાના નલિયા અને છેર ખાતેર 1-1, અંજારના મેઘપર-બોરીચીમાં 1,ભચાઉના શહેરી વિસ્તારમાં 3 અને મનફરા ગામે બે, ભુજના શહેરી વિસ્તારમાં 14 અને ગ્રામ્ય વિસ્તારોમાં 8, ગાંધીધામ શહેર અને ગ્રામ્યમાં 11, લખપતમાં બે, મુંદરાના ગ્રામ્ય વિસ્તારમાં 15 અને નખત્રાણામાં 1 શંકાસ્પદ કેસ નોંધાયા હતા. જેમાંથી પાંચ કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે ગાંધીધામ અને માંડવીનો રિપોર્ટ આવવાનો બાકી છે.  શ્રમજીવી વિસ્તારોમાં લોકોમાં રસીકરણ અંગેની જાગૃતિના અભાવે આ રોગ વધુ જોવા મળે છે.  

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer