ભુજ રેલવેની નવી સલાહકાર સમિતિ રચાઇ : 10 સમાવાયા

ભુજ, તા. 17 : ભુજ રેલવે સલાહકાર સમિતિની રચના કરવામાં આવી છે. અમદાવાદ ખાતેના પશ્ચિમ રેલવે વિભાગ તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે જુદા જુદા ક્ષેત્રની 10 વ્યક્તિઓ આ સમિતિમાં સમાવવામાં આવી છે. રેલવે બોર્ડ દ્વારા અમદાવાદ ડિવિઝનને ભુજ સ્ટેશન સલાહકાર સમિતિની રચનાની કરાયેલી જાણ પ્રમાણે સિનિયર ડી.સી.એમ. તરફથી નિયુક્તિ કરવામાં આવી છે. `કચ્છમિત્ર'ના સિનિયર સબ એડિટર ગિરીશ જોશી, લાયન્સના પૂર્વ ગવર્નર ભરત મહેતા, ભુજના નગરપતિ અશોક હાથી તેમજ લાયન્સ ક્લબ સાથે સંકળાયેલા રજની પટવા, કમલેશ સંઘવી, પ્રબોધ મુનવર જ્યારે નવા ચાર વરાયેલા સભ્યોમાં જગદીશગિરિ ગોસ્વામી, મહેન્દ્ર રામાણી, મયંક રૂપારેલ તથા નંદલાલ ગોયલનો સમાવેશ?થાય છે. ભુજ રેલવે સ્ટેશનની ખૂટતી કડીઓ પૂરી કરવા તેમજ રેલસેવામાં પ્રવાસી જનતાની સમસ્યાના ઉકેલ માટે હંમેશાં અવાજ ઉઠાવવાની સાથે? ટૂંક સમયમાં નવી સમિતિની બેઠક પણ યોજવામાં આવશે એવું જણાવાયું હતું. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer