એસ.આર.સી.નું કંપની રજિસ્ટ્રેશન સંપૂર્ણ કાનૂની હોવાની સ્પષ્ટતા

ગાંધીધામ, તા. 17 : સિંધુ રિસેટલમેન્ટ કોર્પોરેશનના બે ડાયરેકટર સહિત ત્રણ જણ સામે અદાલતમાં ફરિયાદ કરનારા અરજદારના એસ.આર.સી. કંપની રજિસ્ટ્રેશનના આક્ષેપને કંપનીએ તદ્દન ખોટો ગણાવ્યો હતો. બોર્ડ ઓફ ડાયરેકટર્સ વતી એસ.આર.સી.એ એક યાદીમાં જણાવ્યું હતું કે અરજદાર રવિન્દર સબરવાલના પત્નીએ ભૂકંપગ્રસ્ત તરીકે એસ.આર.સી. દ્વારા બાંધવામાં આવેલા મકાન પૈકી તેમને મકાન ફાળવવા માગણી કરી હતી પરંતુ તે માટે જરૂરી કાર્યવાહી પૂર્ણ કરવામાં તેઓ નિષ્ફળ જતાં તેમને ફાળવણી કરાઇ નહોતી. આ મામલે તેમણે હાઇકોર્ટનો સહારો લીધો હતો. પરંતુ ત્યાં પણ તેમની અરજી નકારાઇ હતી. મુંબઇ (મહારાષ્ટ્ર) રજિસ્ટ્રાર ઓફ કંપનીસ ખાતે એસ.આર.સી. 26-10-1948ના કંપની તરીકેના 006156થી નોંધાઇ હતી. 1-5-1960ના ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવતાં અને એસ.આર.સી.નું કાર્યક્ષેત્ર પણ ગુજરાતમાં હોવાથી કંપનીનું રજિસ્ટ્રેશન મુંબઇ (મહારાષ્ટ્ર)માંથી અમદાવાદ આર.ઓ.સી. (ગુજરાત)માં તબદીલ કરાયું હતું. જેનો નં. 001115 છે. એમ.સી.એ.ના પોર્ટલ ઉપર કંપનીનો માસ્ટર ડેટા દૃશ્યમાન થાય છે અને તેમાં ઇ ફાઇલિંગ આર.ઓ.સી. અમદાવાદ સાથે જ એક્ટિવ છે. આરઓસી મુંબઇ સાથે નહીં જેથી સ્પષ્ટ થાય છે કે એસ.આર.સી. કંપની બે જગ્યાએ કાર્યરત નથી. એક જ સ્થળે અને તે પણ આર.ઓ.સી. અમદાવાદ સાથે કાર્યરત છે તેવી સ્પષ્ટતા યાદીમાં કરાઇ છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer