ગુણોત્સવની તાલીમ દરમ્યાન મોટી સંખ્યામાં શિક્ષકો ગેરહાજર

ભુજ, તા. 17 : પ્રાથમિક શિક્ષણની ગુણવત્તા સુધારણા માટે ગુજરાત સરકાર દ્વારા આગામી 6 અને 7 એપ્રિલ દરમ્યાન ગુણોત્સવનું આયોજન કરાયું છે. આ અંતર્ગત જિલ્લામાં શનિવારે સીઆરસી કક્ષાની યોજાયેલી એક દિવસીય તાલીમ દરમ્યાન શહેરની ત્રણેક શાળાઓમાં શિક્ષકો ગેરહાજર રહેતાં ખુલાસા માગવામાં આવ્યા છે. આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજયભાઇ પરમારનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, આગામી ગુણોત્સવ અંતર્ગત આજે સીઆરસી કક્ષાની એક દિવસીય તાલીમનું આયોજન કરાયું હતું. આ માટે શહેરની હાથીસ્થાન, ઉમેદનગરની શાળા નં. 10 અને જયનગરની મુલાકાત દરમ્યાન લગભગ 50થી 60 જેટલા શિક્ષકો ગેરહાજર જણાયા હતા. ગેરહાજર રહેલા આ શિક્ષકોના ખુલાસા માગવામાં આવ્યા હોવાનું શ્રી પરમારે જણાવી સંતોષકારક જવાબ નહીં મળે તો કડક કાર્યવાહીનો પણ સંકેત આપ્યો હતો. આ ઉપરાંત શ્રી પરમારે સુખપર અને માનકૂવાની પ્રા. શાળાઓની પણ મુલાકાત લીધી હતી. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer