ગેડીમાંથી 81 હજારનો દારૂ ઝડપી લેતો આર.આર. સેલ

ગાંધીધામ, તા. 17 : સરહદી રેન્જ ભુજના રેપિડ રિસ્પોન્સ સેલ દ્વારા પૂર્વ કચ્છમાં આજે પણ વિદેશી શરાબનો જથ્થો ઝડપી પડાયો હતો. રાપર તાલુકાનાં ગેડી ગામની સીમમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી જાણવા મળતી વિગતો મુજબ પોલીસ મહાનિરીક્ષક પીયૂષ પટેલની સૂચના અને પી.એસ.આઇ. એસ.એ. રબારીના માર્ગદર્શન તળે આર.આર. સેલની ટીમ પેટ્રોલિંગમાં હતી. ગેડી ગામના રહેણાક મકાનમાં અંગ્રેજી પ્રકારના શરાબનું વેચાણ?થતું હોવાની બાતમીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. આરોપી અર્જુનસિંહ હેતુભા વાઘેલા નાસી છૂટયો હતો. સીમ વિસ્તારમાંથી અંગ્રેજી શરાબની જુદી જુદી બ્રાન્ડના 816 નંગ ક્વાર્ટરિયા કબ્જે કરાયા હતા. શરાબના જથ્થાની કિંમત 81,600 આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન જી.જે. 12 એ.ઝેડ. 1309 નંબરની જેન્યુન પીકઅપ કાર કબ્જે કરાઇ?છે. પોલીસે વધુ તપાસ હાથ?ધરી છે. 

Crime

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer